સ્મશાનમાં લાકડાઓ ખૂટ્યા, એકજ ચીતા પર 8 મૃતદેહનો અંતિમ સંસ્કાર…

એપ્રિલ મહિનો શરૂ થયા બાદ કોરોનાએ પોતાના એટલા રંગ રૂપ બતાવ્યા છે કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે દેશમાં કોરોના એટલી હદે ફેલાયો છે કે હવે રોજના એક લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે સાથેજ દેશમાં કોરોનાને કારણે આર્થીક તંગી પણ સર્જાઈ છે જોકે જ્યારથી કોરોના આવ્યો ત્યારથી મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે.

હાલ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે તેવામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલ અંબાજોગાઈમા જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવી વીડિયો છે અહીયા એક સાથે 8 મૃતદેહોને ચીંતા પર રાખીને અગ્નિદાહ આપવાની ફરજ પડી છે.

આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા તો એવું કહેવામાં આવ્યું હતું કે સ્મશાન ઘર નાનું હતું જેથી મોટી ચિતા બનાવીને એક સાથે 8 મૃતદેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા અંબાજોગાઈ હાલ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે અને અહીયા છેલ્લા ચાર દિવસમાં 480 કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે જેના કારણે અહીયાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

આ વીચીત્ર બનાવ અંબાજોગાઈ નગરપાલિકાના પઠાણ માંડવા ગામમાં સામે આવી છે અહીયા કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યું પામે તો તેમના મોત બાદ અંતિમ સંસ્કાર માટે અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ ઘટના મામલે એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ જાહેરમા કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમસંસ્કારનો વિરોધ કર્યો હતો.

જે વિરોધને કારણે અધિકારીઓએ લાચાર થઈને કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અલગથી સ્થળ પસંદ કર્યું પરંતુ નવી જગ્યા પણ નાની પડી રહી છે કારણકે એક સાથે આઠ લોકોના મૃતદેહ આવ્યા ત્યારે જગ્યા નાની પડી હતી જેના કારણે આઠ લોકોના અંતિમ સંસ્કાર એક સાથે કરવા પડ્યા જોકે આ બનાવને લઈને એટલું કહી શકાય કે અહીયા કોરોનાને કારણે કેવી પરિસ્થિતી સર્જાઈ છે તેનું અમુમાન લગાવી શકાય છે.

વધુંમાં નગરપાલિકાના પ્રમુખે કહ્યું શહેરથી 2 કિમી દુર માંડવા રોડ પર અંતિમસંસ્કાર માટેની જગ્યા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જગ્યાના અભાવે 8 મૃતદેહોના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા દર્દીઓના મૃતદેહ એકબીજાથી ચોક્કસ અંતરે રાખીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે કારણકે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

ઉલ્લેખનિય છે કે સ્થાનિકો દ્વારા પણ સંક્રમણના ડરને કારણે કોરાનાથી મૃત્યું પામેલા લોકોના અંતિમ સંસ્કાર અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તેમના આ નિર્ણયને કારણે આ મામલો હવે ગરમાયો છે બીજી તરફ લોકો આ ઘટના વખોડી રહ્યા છે સાથેજ અમુક લોકોએ તો આ મામલે પણ વિરોધ દર્શાવ્યો છે.

Scroll to Top