શાહિદ કપૂરની પત્ની મીરાએ કહ્યું કે તેને શાહિદ કરતા વધારે આ વસ્તું પસંદ છે, ઈન્સ્ટાગ્રામ પર કર્યો ચોંકવાનારો ખુલાસો…

શાહિદ કપૂર બોલીવુંડમાં એક એવો એક્ટર છે કે જેણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે આજે પણ બોલીવૂંડમાં શાહિદ જે ફિલ્મમાં હોય તે ફિલ્મ ખાલી તેના નામને કારણે હીટ થઈ જાય છે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તે આવ્યો ત્યારે તેના કરીના કપૂર સાથે પ્રેમ સંબંધો હતા આ વાત જગ જાહેર છે જોકે અમુક મતભેદને કારણે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

બ્રેકઅપ થયા પછી કરીના સૈફના પ્રેમમા પડી અને તેની સાથે લગ્ન કરી લીઘા હતા. બાદમાં શાહિદ કપૂરે પણ મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા હતા આપને જણાવી દઈએ કે શાહિદની પત્ની તેના કરતા ઘણી નાની છે જે વખતે લોકોને ખબર પડી કે શાહિદ તેના કરતા 10 વર્ષ કરતા પણ નાની ઉંમરની મીરા સાથે લગ્ન કરી રહ્યો છે ત્યારે લોકો ચોંકી ગયા હતા.

પરંતુ આપને જણાવી દઈએ કે શાહીદ અને મીરાની જોડી બોલીવુડમાં સૌથી ક્યુંટ જોડી માનવામાં આવે છે મીરા કપૂર ભલે ફિલ્મોમાં નથી કામ કરતી પરંતુ તેમ છતા પણ તે હંમેશા લાઈમ લાઈટમાં રહેતી હોય છે અને તે ચર્ચાનો વિષય પણ બનતી હોય છે ત્યારે ફરી વાર ઈન્સ્ટાગ્રામ પર મીરા કપૂરે કઈક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો જે સાંભળીને તમે પણ ચોંકી જશો.

ઈન્સ્ટાગ્રામ પર મીરા હંમેશા એક્ટિવ રહેતી હોય છે અને આ વખતે તે ધીસ એન્ડ ધેટ ગેમ રમી રહી હતી જે ગેમમાં તેણે અમુક ચોંકવાનારા ખુલાસાઓ કર્યા છે જેમાં તેને એક વસ્તુ શાહિદ કપૂર કરતા પણ વધારે ગમે છે તેવો ખુલાસો કર્યો છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી મીરા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ધીર એન્ડ ધેટ સેશન રાખ્યો હતો જેમા તેને ફેન્સ દ્વારા અમુક સવાલો પુછવામાં આવ્યા જેના જવાબો મીરાએ ઘણા રમુજી અંદાજમાં આપ્યા છે એક યુઝરે તેને એવું પુછ્યું હતું કે ટોમી સીંઘ કે કબીર સીંઘ ત્યારે મીરાએ એવો જવાબ આપ્યો હતો કબીર સીંઘ તેના પાછળનું કારણ તેણે એવું કહ્યું કે તે પોતાની જાત કરતા વધારે બીજાને પ્રેમ કરે છે.

આપને ખ્યાલ ન હોચ તો જણાવી દઈએ કે ફિલ્મ ઉડતા પંજાબમાં શાહિદ કપૂરે ટોમી સિંઘનું પાત્ર ભજવ્યું હતું જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું બાદમાં એક યુઝરે તેને એવું પુછ્યું કે શાહિદ કે ફુડ ત્યારે મીરાએ તેને રમુજી અંદાજમાં એવો જવાબ આપ્યો તે તેને ફુડ ગમે છે સાથેજ તેણે એવું પણ કહ્યું કે આ વાત તો શાહિદને પણ ખબર છે.

ઉલ્લેખનિય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં શાહીદ 40 વર્ષનો થયો ત્યારે મીરાએ તેના માટે એક સ્પેશિયલ પોસ્ટ મુકી હતી જેમા તેણે કહ્યું હતું કે હુ જ્યારે પણ તારી સાથે રહું છું ત્યારે મને સારુ લાગે છે સાથેજ તેણે એવું પણ કહ્યું હતું કે મારા જીવનના પ્રેમને 40માં જન્મદિવસની શુંભકામનાઓ.

Scroll to Top