અમેરિકામાં ભારતીય લોકોની હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુંમાં કઈક આવોજ બનાવ સામે આવ્યો છે. ન્યૂજર્સીના નોર્થ અર્લિગટન શહેરમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ભારતનું દંપત્તિ મૃત હાલતમાં મળી આવ્યું જેના કારણે ચકચાર મચી જવા પામી છે. સાંભળીને તમારું પણ હ્રદય ધ્રુજી જશે કે જ્યારે દપત્તિ મૃત હાલતમાં હતું ત્યારે તેમની 4 વર્ષની બાળકી ઘરની બાલ્કનીમાં રડી રહી હતી.
શરીર પર ઈજાના નિશાનો
દપત્તિના શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા છે. જેના કારણે એવી આશંકા સેવાઈ રહી છે. કે તેમની હત્યા થઈ છે. સમગ્ર મામલે અમેરિકાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બંનેનો મૃતદેહ ભારતમાં પહોચતા હજુ 10 દિવસ જેટલો સમય લાગી શકે છે. માતા પિતાના મોતને કારણે તેમની 4 વર્ષની બાળકી એકલી પડી ગઈ છે. જેના કારણે મૃતકના મિત્રએ હાલ તેને તેની પાસે રાખી છે.
ઝઘડો થયો હોવાની આશંકા
અમેરિકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે દંપત્તિનો મૃતદેહ ઘરમાં મળી આવ્યો છે. સાથેજ ત્યાની મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે. કે દંપત્તિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોઈ શકે છે. અને બંને જણાએ એકબીજા પર ધારદાર વસ્તુથી હુમલો કર્યો જેના કારણે તેમનું મોત નિપજ્યું છે. જોકે આ વાત કોઈ પણ માનવા માટે તૈયાર નથી.
પાડોશીઓએ પોલીસને જાણ કરી
સમગ્ર મામલે પાડોશીઓએ બાળકીને ઘરની બાલ્કનીમાં રડતા જોઈ હતી. જે મામલે અવાજ આપતા પણ દંપત્તિ બહાર ન આવ્યું ઘરનો દરવાનો અંદરથી બંધ હતો. જેના કારણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવીને ઘરનો દરવાજો તોડ્યો ત્યારે પોલીસ પણ હેરાન રહી ગઈ. કારણકે બાળકીના માતાપિતા ત્યા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મોતને લઈને અનેક સવાલો
જોકે કયા કારણોસર દંપત્તિનું મોત થયું છે તે હજું સુધી સામે નથી આવ્યું કારણકે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. બીજી તરફ ઘરમાં એવું તો શું થયું કે બંનેના મોત થયા તે મામલે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તપાસમા સામે આવ્યું કે બંનેના મૃતદેહ પર તિક્ષ્ણ હથિયારના નિશાનો હતા. જેથી તેમણે બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે.
મૃતક મહિલા ગર્ભવતી
ઉલ્લેખનિય છે કે પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ સામે આયા બાદ સમગ્ર હકીકત સામે આવી શકે છે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે મૃતક મહિલા ગર્ભવતી હતી અને તેને 7 મહિનાનો ગર્ભ હતો. જોકે અમેરિકાના તંત્ર તરફથી મૃતકના પરિવારને એવી જાણકારી આપવામાં આવી છે કે તેમની બધીજ કાર્યવાહી પૂરી થયા બાદ બંનેના મૃતદેહને ભારતમાં પહોચાડવામાં આવશે. જે માટે 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.