સમગ્ર વિશ્વ હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. તેવામાં બોલીવુંડના કલાકારો પણ કોરોનાની લહેરમાં સપડાઈ ગયા હતા. જેમા પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર પણ કોરોનાનો ભોગ બન્યા હતા. સાથેજ તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તે કોરોના સામે જંગ જીતીને ઘરે પરત આવી ગયા છે.
સોશિયલ મીડિયા પર માહિતી આપી
ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર માહિતી આપીને લોકોને જણાવ્યુ છે. સાથેજ અક્ષય અને ટ્વીન્કલ ખન્નાએ કેરિચેકર પોસ્ટ કર્યું છે અને કેપ્શનમાં એવું લખ્યું છે કે સહી સલામત. વધુંમા ટ્વીન્કલ ખન્નાએ એવું કહ્યું કે અક્ષયને મારી આસપાસ જોઈને હુ ઘણી ખુશ છું . બધાજ ચાહકોનો તેમણે આભાર માન્યો અને અંતે ટ્વીન્કલે બધાને ઓલ ઈઝ વેલ કહ્યું હતું.
4 એપ્રિલે પોઝિટીલ
ગત 4 એપ્રિલના રોજ અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને માહિતીગાર કર્યા હતા. જેમા તેમણે એવું કહ્યું હતું કે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. સાથેજ તેણે એવું પણ કહ્યું હતું કે દરેક પ્રોટોક્લ્સનું પાલન કરીને હુ આઈસોલેટ થયો છું. જોકે તેઓ તેમનાજ ઘરમાંજ ક્વોરન્ટીન થયા હતા.
સ્વસ્થ થઈને ઘરે પરત
અક્ષય કુમારે પોસ્ટ કરીને એવું પણ કહ્યુ હતું કે મારા સંપર્કમાં આવેલા બધાજ લોકોને ટેસ્ટ કરાવા માટે વિનંતી છે. સાથેજ તેમણે એવું પણ કીધું હતું કે તેઓ એક્શનમાં જલ્દી પરત ફરશે. જેથી ખૂબજ ટૂંકા ગાળામાં તેઓ સ્વસ્થ્ય થઈને પરત ઘરે ફર્યા છે.
હિરાનંદા હોસ્પિટલમાં એડમીટ
કોરોના પોઝિટીવ આવ્યા બાદ એક દિવસ રહીને તેઓ હિરાનંદા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓ રામસેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જેમા ફિલ્મના સેટ પર કુલ 45 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. પરંતુ કો પ્રોડકશન કંપનીના માલિકે આ સમાચારને અફવા કહી અને તેમણે કહ્યું કે કુલ 25 લોકો સંક્રમિત થયા હતા. પરંતુ તેઓ ટીમમાં ન હતા.
આમિર ખાન અને મનોજ બાજપેયી પોઝિટીવ
ઉલ્લેખનિય છે કે હાલ બપ્પી લહેરીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત મનોજ બાજપેયી તેમજ આમિર ખાનનો રિપોર્ટ પર પોઝિટીવ આવ્યો છે. જોકે બીજા પણ ઘણા એવા સ્ટાર હતા કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરંતુ તેઓ સારવાર લીધા બાદ હાલ સ્વસ્થ થઈ ગયા છે.