સરાજાહેર છરીના ઘા મારીને યુવકે ઉતાર્યો મોતને ઘાટ, સુરતના ડિંડોળી વિસ્તારનો બનાવ

સુરતમાં વધી રહેલી ગુનાખોરી એક ચિંતાનો વિષય બન્યો છે. કારણકે હત્યા જેવા બનાવો તો અહીયા જાણેકે સામાન્ય થઈ ગયા છે. ત્યારે વધુંમા ફરી એક વાર શહેરના ડિંડોળી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યા સરાજાહેર યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો . જેના કારણે આસાપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

હત્યારા ફરાર

આ હત્યાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા છે. જોકે સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકને અંગત અદાવતમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હત્યારાઓએ ઉપરાછાપરી છરીના ઘા મૃતકના શરીરે માર્યા જેના કારણે ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી

ઘટનાને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સાથેજ તે સમયે લોકો હેરાન રહી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડીને આવી હતી. જ્યા પહોચીને તેમણેઁ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાનું કારણ અકબંધ

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે. પરંતુ યુવકની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. તે હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે પોતાના તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. જોકે આપને જણાવી દઈએ આ વિસ્તારમાં અગાઉ પણ જાહેરમાં હત્યાના બનાવો બન્યા છે. જેના કારણે અહીયાના લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાળાએ બનેવીની હત્યા કરી હતી

થોડાક દિવસો પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમા મૃતકની બહેને છૂટાછેડા લઈ લીધા હતા. તેમ છતા તેનો પૂર્વ પતિ તેને ત્રાસ આપતો હતો. જેના કારણે વિવાદ થયો હતો. જે વિવાદમાં તેના બનેવીએ તેના સાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાંભળીને તમને નવાઈ લાગશે કે મૃતકના ઘરમાંજ તેની હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે આપણા સમાજ માટે એક ચિંતાનો વિષય છે. જોકે એ વાતને નકારી ન શકાય કે વધતી ગુનાખોરી સામે સુરત પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. જેમા પોલીસ આરોપીઓને ઝડપી પાડીને તેમને જેલ ભેગા કરી રહી છે. પરંતુ તેમ છતા સુરતમાં વધી રહેલી ગુનાખોરી ક્યારે અટકશે તે હવે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.

Scroll to Top