આ બનાવ સામે આવ્યો છે ઓરિસ્સાના કેન્દ્રપાડા વિસ્તારમાં જ્યા એક વિચીત્ર બાળકનો જન્મ થતા આસપાસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ એવી બાળકીને જન્મ આપ્યો જેના 2 માથા છે અને ત્રણ હાથ છે. પરંતુ તેનુ શરીર એકજ છે. ડૉક્ટરોએ જ્યારે બાળકીને જોઈ ત્યારે ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા.
બાળકી અને માતા સ્વસ્થ
તબીબોનું કહેવું છે કે રેર કેસમાં આવું થતું હોય છે. બાળકીનો જન્મ ગરીબ પરીવારમાં થયો છે. જે મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે તે બીજી વખત માતા બની છે. જોકે બાળકીના માથાઓનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. સાથેજ ડૉક્ટરોનું કહેવું છે કે બાળકી અને માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ બાળકીને જોઈને બધાજ હેરાન રહી ગયા છે,
બંને મુખથી ફીડીંગ
ડૉક્ટરોના કહેવા પ્રમાણે નવાજાત બાળકી બંન્ને મોઢેથી ફીડીંગ કરી રહી છે. સાથેજ બાળકીને બે નાક છે. બંને જુડવા બહેનો છે. પરંતુ તેમનું એક શરીર છે. બાળકીઓ એકબીજા સાથે જોડાયેલી છે. પરંતુ તે તંદુરસ્ત છે. જે સારી બાબત કહી શકાય
બાળકીની વિશેષ કાળજી
20 વર્ષીય મહિલાએ બાળકીને જન્મ આપ્યા બાદ તેમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. કારણકે ત્યા આગળ તેમની વિશેષ કાળજી રાખવામાં આવે. ડૉક્ટરોનું કહેવું છે આ કેસને સિયામીઝ ટ્વિન્સ કેસ કહેવામાં આવે છે. બંને બાળકીએ જન્થીજ છાતી અને પેટ સાથે જોડાયેલી હોય છે. સાથેજ આવો કેસ ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય છે.
ડૉક્ટરોએ કહ્યું આવી પરિસ્થિતી ફ્યુઝનને કારણે થતી હોય છે. જેને એમ્બ્રિયો જિનેસિસ કહેવામાં આવે છે. સાથેજ તબીબોએ એવું પણ કહ્યું કે અલ્ટ્રાસાઉન્ડ થયા બાદ આ પરિસ્થિતીને વિગતવાર જાણી શકાશે. તબીબોએ એવું પણ કહ્યું કે આવી ઘટના પહેલા પણ બની ચુકી છે. પરંતુ હવે આ ઘટના ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે.
ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે તબીબોએ એવું પણ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં સગર્ભા મહિલા સમયસર દવા નથી લેતી જેમા તેઓ ફોલીક એસિડની દવાઓ નથી લેતી સાથેજ અલ્ટ્રાસાઉન્ડ પણ નથી કરાવતી જેથી આ મામલે ખબર નથી પડી શકતી. સમગ્ર મામલે બાળકીના માતા પિકાએ ઓરિસ્સા સરકાર પાસે મદદ માગી છે. અગાઉ પણ આવા બાળકોને અલગ કરવાનું ઓપરેશન કરવામાં આવ્યું છે જે સફળ રહ્યું છે.