ક્રીસ ગેલે બનાવ્યો સિકસરનો નવો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યા

પંજાબ કિંગ્સના ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલ ૨૦૨૧ ની પ્રથમ જ મેચમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. 41 વર્ષીય ક્રીસ ગેલ આઈપીએલ ઇતિહાસમાં ૩૫૦ સિક્સર ફટકારનાર પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બની ગયા છે. મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં તેમને રાજસ્થાન રોયલ્સ સામે આ સિદ્ધી પ્રાપ્ત કરી છે. ક્રીસ ગેલે આઠમી ઓવરની ત્રીજી બોલ પર બેન સ્ટોક્સને ડીપ સ્ક્વેયર લેગ તરફથી સિક્સર ફટકારી અને આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં સર્વાધિક સિક્સર ફટકારવાની બાબતમાં એબી ડી વિલિયર્સ બીજા સ્થાન પર છે. તેમને ૧૫૭ ઇનિંગમાં ૨૩૭ સિક્સર ફટકારી છે. જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાન પર ૨૧૬ સિક્સરની સાથે ધોની રહેલા છે.

મેચમાં ક્રીસ ગેલના પ્રદર્શનની વાત કરીએ તો તેમને માત્ર 28 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમને ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. તેમને રાહુલની સાથે મળી બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી છે.

વાત કરવામાં આવે ક્રીસ ગેલની તો આઈપીએલ પ્રદર્શનની તો તેમની આ 133 મી મેચ છે. અલગ-અલગ ટીમો તરફથી રમતા તે 4801 રન બનાવી ચુક્યા છે. તેમને આ રન 41.38 ની એવરજ અને લગભગ ૧૫૦ ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. ક્રીસ ગેલના નામે છ સદી અને 31 અડધી સદી પણ નોંધાયેલી છે.

તેમ છતાં પ્રથમ વખત આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહેલા રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસને (119) આ આઈપીએલ સીઝનની પ્રથમ સદી ફટકારી હતી. પરંતુ તે પંજાબ કિંગ્સ સામે ટીમને હારથી બચાવી શક્યા નહોતા. પંજાબની ટીમે અંતિમ બોલ પર ચાર રનથી જીતવામાં સફળ રહ્યા હતા.

Scroll to Top