બોલીવુડ અભિનેતા ગોવિંદાની ભાણી અને ‘બીગ બોસ ૧૩’ ફેમ આરતી સિંહ આ દિવસોમાં પોતાના બોલ્ડ લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આરતી સિંહ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરી રહી છે.
માલદીવ પહોંચેલી આરતી સિંહે પોતાની એક બાદ એક બોલ્ડ તસ્વીરો શેર કરી તહલકો મચાવી દીધો છે. મોનોકની લુક બાદ આરતી સિંહે માત્ર ચાદર લપેટીને બીચ કિનારે ફોટોશૂટ કરાવ્યું છે. આરતી સિંહે કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. આરતી સિંહના આ બદલાયેલા અવતારને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આ અગાઉ આરતી સિંહે બ્લુ મોનોકનીમાં પોતાની કેટલીક તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં તે ઝાડ ઉપર ચડીને પોઝ આપી રહી હતી.
View this post on Instagram
કારકિર્દીની વાત કરીએ તો આરતી સિંહે ૨૦૦૭ માં ટીવી શો ‘માયકા’ થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ‘ગૃહસ્થી’, ‘થોડા હૈ બસ થોડે કરી જરૂરત હૈ’, ‘પરિચય-નઈ જિંદગી કે સપનો કા’, ‘ઉતરણ’, ‘યે હૈ મોહબ્બતે’ અને ‘વારીસ’ જેવી ટીવી સીરીયલમાં જોવા મળી હતી.
View this post on Instagram
ત્યાર બાદ આરતી સિંહને ‘બીગ બોસ ૧૩’ માં જોવા મળી હતી. આમ તો આરતી આ ગેમ શોના અંત સુધી પહોંચી હતી પરંતુ આ રિયાલીટી શોથી આરતી સિંહની કારકિર્દીને કોઈ ફાયદો થયો નથી. ‘બીગ બોસ ૧૩’ બાદ પણ આરતી સિંહ હજુ ના તો કોઈ મ્યુઝીક વિડીયો, ફિલ્મ અથવા ટીવી શોમાં જોવા મળી નથી.