અર્થવ્યવસ્થા પર કોરોનાને કારણે હજુ વધારે ફટકો પડી શકે છે, ઘણા બધાની રોજગારી છીનવાય તેવી શક્યતા…

કોરોનાના કેસ દિવસેને દિવસે દેશમાં વધી રહ્યા છે. જેના કારણે અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. બીજી તરફ લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઉપરાંત દેશમાં મોંઘવારી વધી રહી છે. જેમાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઘટાડો થયો છે. પરંતુ હવે તો એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે અર્થવ્યવસ્થા પડી ભાંગવાને કારણે લોકોની રોજગારી છીનવાઈ શકે છે.

સેન્ટર ફોર મોનીટરિંગ અને ઈન્ડિયન ઈકોનોમીના દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે રિપોર્ટ અનુસાર બેરોજગારીનો દર વધીને 8.6 ટકા એપ્રીલ મહિનામાં નોંધાયો છે. જે માર્ચ મહિનામાં 6.7 ટકા સુધીનો હતો. કોરોનાને કારણે ઉદ્યોગ ધંધા પર માઠી અસર પડી છે. જેના કારણે લોકો બેકાર બન્યા છે. તે વાત સૌ કોઈ હવે જાણે છે.

હાલ જે રીતે કોરોનાની બીજી લહેર આવી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ફરીથી ગમે ત્યારે લોકડાઉન પણ થઈ શકે છે. કારણકે કોરોનાનું સંક્રમણ અટકાવનું નામજ નથી લઈ રહ્યું. જો લોકડાઉન કરવામાં આવશે તો ઘણા બધા લોકોને નોકરી માંથી છૂટા કરવામાં આવશે તેવી આશંકા સેવાઈ રહી છે. કારણકે મોટા ભાગના વેપાર ધંધા અત્યારે પડી ભાગ્યા છે.

કોરોનાના વધતા કેસ જોતા લોકોમાં પહેલાથી ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે જ્યારે લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. ત્યારે ખુબજ ખરાબ પરિસ્થિતી સર્જાઈ હતી. એક સર્વે પ્રમાણે એવી માહિતી સામે આવી હતી કે ગત વર્ષે લોકડાઉનમાં વેપાર ધંધા પડી ભાગવાને કારણે અંદાજે 2 લાખ લોકોને નોકરી ગુમાવાનો વારો આવ્યો હતો.

કઈક આવીજ પરિસ્થિતી ફરી વાર જોવા મળી રહી છે. દેશમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. કારણકે હવે બેરોજગારીનો ડર પણ વધી ગયો છે. એપ્રિલ મહિનામાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 8 ટકા કરતા પણ વધારે પહોચ્યો હતો. માર્ચમાં બેરોજગારીનો દર 7.84 ટકા હતો. પરંતુ તેની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.7 ટકા જેટલો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનાથી કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે. તેને જોઈને શ્રમજીવી લોકો તો લોકડાઉન લાગે તે પહેલાજ નોકરી છોડીને પોતાના ઘર તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે. હાલ તો સરકાર દ્વારા લોકડાઉન કરવા મુદ્દે સ્પષ્ટ પણે ના પાડી દેવામાં આવી છે. પરંતુ વધતા જતા કેસોને કારણે લોકોને ભય સતાવી રહ્યો છે. કે ગમે તે ક્ષણે લોકડાઉન કરવામાં આવી શકે છે.

Scroll to Top