મેગાસીટી અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે વધુંમાં ફરી એક વાર આ શહેરમાં એક વીચીત્ર કેસ સામે આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો. જોકે આપઘાત કરતા પહેલા તેણે સુસાઈડ નોટ લખી જેમા તેણે એવો ઉલ્લેખ કર્યો કે તેને સેક્સ્યુલી હરેસ કરવામાં આવતો હતો.
મૃતક યુવક જ્યા કામ કરત હતો ત્યા તેની સાથે એક વ્યક્તિ કામ કરતો હતો. જે તેના શારિરીક અડપલા કરતો હતો. સાથેજ તેને સમલૈગીંક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. યુવકે તેની સુસાઈડ નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે. જે વ્યક્તિ તેને હેરાન કરી રહ્યો હતો તેણે ઓફિસમાં યુવકને ઘણો બદનામ પણ કર્યો હતો. જેના કારણે તે કંટાળી ગયો હતો.
પરિવારમાં દિકરાનું મોત થતા તેમના પર આભ તૂટી પડ્યું છે. જોકે સમગ્ર મામલે મૃતકના પિતાએ સુસાઈડ નોટને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે પણ દુષપ્રેરણાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. યુવકના પિતાનું કહેવું છે કે તેમનો પુત્ર છેલ્લા ઘણા સમયથી નિરાશ રહેતો હતો. સાથેજ બરાબર રીતે જમતો પણ ન હતો.
બનાવના દિવસે પરિવારજનો રાત્રીના સમયે જમીને સુઈ ગયા હતા. સવારે તેમણે ઉઠીને જોયું તો તેમના દિકરાએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીદઉં હતું. રૂમમાં તપાસ કરી ત્યારે ત્યાથી એક ચીઠ્ઠી મળી આવી જેમા મૃતક પુત્રએ તેની સાથે થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. ચીઠ્ઠીમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેની સાથે કામ કરતો યુવક તેને સેક્સુઅલી હેરાન પરેશાન કરતો હતો.
પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તપાસ આરંભી છે. સાથેજ સુસાઈડ નોટ પણ કબ્જે કરીને આરોપી સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. યુવકે સુસાઈડ નોટમાં આરોપી સામે આક્ષેપ કરતા કહ્યું છે તે એટલી હદે તેને હેરા કરતો હતો કે તેની જીવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. સાથેજ તેણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આરોપી તેને શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
ઉલ્લેખનિય છે કે આરોપીએ મૃતક યુવકને ઓફિસમાં પણ બદનામ કરી નાખ્યો હતો. જેના કારણે તે માનસીક રીતે તૂટી ગયો હતો. તેણે સુસાઈડ નોટમાં ફણ એવો ઉલ્લેખ કર્યો છે કે આરોપીએ તેની આત્મસન્માન તેની જોડેથી છીનવી લીધું હતું અને આજ કારણોસર તેણે મોતને વ્હાલું કરી લીધું. જોકે હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.