ભારતના પ્રખ્યાત બિઝનેસ મેંન અને રિલાયન્સ કંપનીના ચેરમેન છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં તેમનું ઘર એન્ટિલિયા છોડીને જામનગરમાં રહેવા માટે જતા રહ્યા છે. માત્ર મુકશે અંબાણીજ નહી પરંતુ તેમનો પરિવાર પણ તેમની સાથે ગુજરાતના જામનગરમાં રહેવા માટે જતો રહ્યો છે. જામનગરમાં આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં તેમનો પરિવાર હાલ રહી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
જોકે આ મામલે રિલાયન્સ ગ્રુપ દ્વારા હજું સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. પરંતુ રિલાયન્સ ટાઉનશીપમાં સિક્યોરીટી વધારી દેવામાં આવી છે. જેથી તેમનો પરિવાર ત્યાજ છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુ તેમણે એન્ટિલીયા કેમ છોડ્યું તેનું કારણ હજું પણ અકબંધ છે.
વિસ્ફટકો ભરી ગાડી
મુકેશ અબંણીના ઘર પાસેથી થોડાક દિવસો પહેલા વિસ્ફટકો ભરેલી ગાડી મળી આવી હતી. જે મામલે હાલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સચિન વઝેની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ જ્યારથી તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછી આ કેસમાં અવનવા વળાંકો આવી રહ્યા છે. અને અંબાણી પરિવાર જામનગરમાં હોવા પાછળ પણ આજ કારણ જવાબદાર છે તેવું લોકોનું કહેવું છે.
કોરોનાને કારણે શિફ્ટ થયા હોવાનું અનુમાન
કોરોનાને કારણે હાલ મુંબઈની સ્થિતી સૌથી ખરાબ છે. જેના કારણે લોકો એવું અનુમાન પણ લગાવી રહ્યા છે. વધતા જતા કેસોને કારણે અંબાણી પરિવાર જામનગરમાં રહેવા આવી ગયો. પરંતુ તેઓ જામનગરમાં રહેવા માટે કેમ જતા રહ્યા તે મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. જેના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
20 જિલેટીન સ્ટિક
મુંબઈના પેડર રોડ પર 15 ફેબ્રુઆરીએ તેમના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી. આ કાર 24 ફેબ્રુઆરીએ કોઈ અજાણ્યા શખ્સે બપોરે 1 વાગ્યે તેમના ઘરની પાસે પાર્ક કરી હતી. પરંતું જ્યારે બીજી દિવસે આ કાર પોલીસને દેખાઈ ત્યારે પોલીસે તેની તપાસ કરી તો તેમાથી 20 જિલેટીનની સ્ટિક મળી આવી હતી.
કાર માલિકનું શબ મળ્યું
ત્યારબાદ 5 માર્ચે તે કારના માલિકનો મૃતદેહ મળી આવ્યો. જેણે થોડાક દિવસો પહેલાજ તેની ગાડી ચોરાઈ હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ આ મામલે પણ હજુ સુધી કોઈ પણ ચોક્કસ કારણ સુધી કે મુખ્ય આરોપી સુધી પોલીસ નથી પહોચી શકી.
63 એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે સચીન વઝે 1990માં પીએસઆઈ તરીકે મુંબઈ પોલીસમાં જોડાયા હતા તેમણે છોટારાજન અને દાઉદ ઈબ્રાહિમ ગેંગના સભ્યોનું એન્કાઉન્ટર કર્યું હતું. તેમણે કુલ 63 એન્કાઉન્ટર કર્યા હતા. જોકે તેમને એક કેસમાં 2204માં સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદમાં તેમણે 2007માં રાજીનામું આફી દીધું હતું. 2008માં તે શિવસેનામાં જોડાયા હતા. જોકે 2020માં તેઓ પરત પોલીસદળમાં જોડાયા હતા.