આલીયા ભટ્ટે કોરોનાને મ્હાત આપી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી…

કોરોનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેવામાં બોલીવુંડ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટ આવી ગયા છે. થોડાક દિવસો પહેલાજ આલીયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરંતુ હવે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને માહિતી આપી છે. જેમા તેણે કહ્યું છે કે તેણે કોરોનાને હરાવી દીધો છે. સાથેજ તેણે રિપોર્ટ નેગેટિવ આવતા એવું પણ કહ્યું કે આ સમયે નેગેટિવ હોવું સૌથી સારુ છે.

14 દિવસ પહેલા પોઝિટીવ: આજથી 14 દિવસ પહેલા આલીયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. રણબીર કપૂર અને આલીયા ભટ્ટની એક ફિલ્મ આવાની છે જેનું નામ છે ગંગુબાઈ કાઠિયાવાડી આ ફિલ્મના ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. સાથેજ રણબીર કપૂરનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.

સોની રાઝદાને કવીતા લખી: આલીયા ભટ્ટની માતા સોની રાઝદાને આલીયા પોઝિટીવ આવી ત્યારબાદ એક કવિતા લખી હતી. જેમા તેણે કહ્યું હતું કે આ લહેર સામાન્ય લહેર નથી બધીજ જગ્યાએ આ લહેર ફેલાયેલી છે. આપણા ઘરની દરેક વસ્તુમાં અને આપણામાં આ લેહર આવી ગઈ છે. આ લેહરથી ક્યારે છૂટકારો મેળવીશું તે વીશે કોઈ ખ્યાલ નથી. સાથેજ તેણે એવું પણ કીધું હતું કે જેટલી આપણે દેખરેખ રાખીશું તેટલી આ લહેર ફેલાતી જશે.

સોશિયલ મીડિયા પર જાણ કરી: જ્યારે આલીયા ભટ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે તેણે જાતેજ આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોને માહિતગાર કર્યા હતા. જેમા તેણે કહ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટીવ આવાને કારણે હુ જાતેજ મારા ઘરમાં આઈસોલેટ થઈ છું. વધુંમાં તેણે એવું પણ કહ્યું હતું કે ડૉક્ટરની સલાહ પ્રમાણે તે દરેક પ્રોટોકોલનું પાલન કરી રહી છે.

જાતેજ ઘરમાં આઈસોલેટ થઈ: જોકે રણબીર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ જ્યારે પોઝિટીવ આવ્યો ત્યારે આલિયા ભટ્ટે પણ તેનો રિપોર્ટ કઢાવ્યો હતો. પરંતુ તે સમયે તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બાદમાં તેનામાં લક્ષણો જોવા મળ્યા જેથી તેણે ફરીથી જ્યારે તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે તે પોઝિટીવ આવી .જેના કારણે તે જાતેજ ઘરમાં આઈસોલેટ થઈ ગઈ હતી.

ગગુંબાઈમાં આલીયા જોવા મળશે: ઉલ્લેખનીય છે કે હાલ આલિયા ગંગુબાઈનું શૂટિંગ કરી રહી છે. સાથેજ તેણે બ્રહ્માસ્ત્ર અને RRRનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જેથી આગામી સમયમાં તે આ ત્રણેય ફિલ્મોમાં જોવા મળશે. પરંતુ કોરોનાને કારણે હાલ બોલિવૂડના ઘણા બધા સ્ટાર્સ હેરાન થઈ રહ્યા છે. સાથેજ સંક્રમણ ફેલાવાના ડરને કારણે દર્શકો થિયેટરમાં પણ નથી જઈ રહ્યા જેના કારણે બોલીવૂડને આ વર્ષે કોરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

Scroll to Top