દિલ્હીમાં કોરોનાને કારણે વિકેન્ડ કર્ફયું, અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કરી જાહેરાત

ભારતમાં હાલ કોરોનાએ હાહકાર મચાવ્યો છે. તેવામાં દિલ્હી સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતર્ગત દિલ્હી સરકાર દ્વારા રાજધાનીમાં વીકએન્ડ કર્ફયું લગાવી દેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકએન્ડ કર્ફયુંની સત્તાવાર જાહેરાત કરી.

જોકે આ કર્ફયુંમાં જરૂરી સેવાઓ યથાવાત રાખવામાં આવશે. શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી દિલ્હીમાં વિકેન્ડ કર્ફયુની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળામાં જે લોકોએ લગ્ન નક્કી કર્યા છે. તેવા લોકોની વીશેષ કાળજી રાખીને તેમને પાસ આપવામાં આવશે. જેથી તેમને લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.

આ સીવાય જિમ, બાગ બગીચા, બજારો અને અન્ય દુકાનો બંધ રાખવામાં આવશે. પરંતુ મલ્ટીપ્લેક્ષને 30 ટકા સુધીની ક્ષમતા સાથે ચાલુ રાખવામાં આવશે. આ કર્ફયુંમાં દરેક વિસ્તાર એક નાનુ બજાર ખુલ્લું રહેશે જેથી લોકો પોતાની જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદી શકે.

સમગ્ર મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે પાંચ દિવસ લોકો કામ કરે અને વીકેન્ડમાં તેઓ ઘરમાંજ રહે તે વધારે સારુ છે. સાથેજ તેમણે કહ્યું કે જે લોકોને હોસ્પિટલ એરપોર્ટ બસ સ્ટેશન કે પછી રેલ્વે સ્ટેશન જવું હશે તે લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ આ લોકોએ પહેલાથી પાસ લઈ લેવો પડશે. જેથી તેમને ક્યાય પણ રોકવામાં નહી આવે.

દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસને લઈને દિલ્હી સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજધાનીની હાલત એવી છે કે ત્યા હોસ્પિટલોમાં બેડ પણ ખુટી ગયા છે અને ઓક્સિજન સિલિન્ડર પણ નથી મળી રહ્યા. સાથેજ અંતિમ સંસ્કાર માંટે પણ દિલ્હીના સ્મશાનોમાં લાંબી લાઈન લાગેલી જોવા મળતી હોય છે. જેથી પરિસ્થિતીને અનુસરીને આ ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પહેલાથી નાઈટ કર્ફયું તો લગાવી દેવામાં આવ્યો છે. તેમ છતા પણ અહીયા કેસ ઓછા નથી થઈ રહ્યા જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. એકજ દિવસમાં અહીયા 17 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. સાથેજ અત્યાર સુધીમાં અહીયા 11 હજાર કરતા વધું લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે અને હાલ પણ 50 હજાર કરતા વધારે લોકો સારવાર લઈ રહ્યા છે.

Scroll to Top