અજય દેવગણ હવે ગોબર ફિલ્મમાં જોવા મળશે, સિધ્ધાર્થ રોય કપૂર સાથે બનાવશે ફિલ્મ

છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે બોલીવૂડની ઘણી ફિલ્મો અટકી પડી છે. પરંતુ ફિલ્મ સ્ટાર્સ દ્વારા એક પછી એક નવી ફિલ્મો સાઈન કરવામાં આવીજ રહી છે. ત્યારે વધુંમાં અજયદેવગણે પણ તેની અપકમિંગ ફિલ્મ ગોબરની જાહેરાત કરી છે. આ ફિલ્મ કોમેડી હશે અને તેને સબલ શેખાવત ડિરેક્ટ કરવામાં છે. સાથેજ તેમની જોડે સમ્ભીત મિશ્રા પણ આ ફિલ્મને ડાયરેક્ટ કરશે.

એવી માહિતી સામે આવી છે કે આ ફિલ્મનમી સ્ટોરી 90ના દાયકા પ્રમાણેની છે. જેથી સેટ પણ એવોજ ગોઠવવામાં આવ્યો છે. સાથેજ ફિલ્મમાં અબોલ પ્રાણીઓ વીશેનો પ્રેમ પણ દર્શાવામાં આવશે. અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ આ ફિલ્મમાં ઘણા સીન શૂટ કરવામાં આવશે. ટૂંકમાં ફિલ્મમાં અબોલ પ્રાણીઓ વીશે વધારે કન્ટેન્ટ રાખવામાં આવ્યો છે.

આ ફિલ્મ જોતા આપણાને 90ના દાયકાની યાદ આવશે. તેના પાછળનું કારણ છે કે ફિલ્મના સેટ તેવાજ રાખવામાં આવ્યા છે. સત્ય ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સ્ટોરી રાખવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર સબલ શેખાવતે ક્હયું કે તેઓ અજય દેવગણના ઘણા આભારી છે કે તેમને અજય દેવગણ સાથે કામ કરવાની તક મળી છે.

સાંભળીને તમને નવાઈ લાગશે કે ફિલ્મને અજય દેવગણ દ્વારાજ પ્રોડ્યુસ કરવામાં આવશે. જેમા ફિલ્મ અલગ ઝોનલમાં રહીને લોકોને મનોરંજન પુરુ પાડશે. હાલ કોરોનાને કારેણે દર્શકો થિયેટરોમા નથી જઈ રહ્યા ત્યારે આ ફિલ્મ કઈક એવી રીતે બનાવામાં આવશે કે જેથી દર્શકો થિયેટર તરફ આકર્ષીત થશે. સાથેજ પરિવાર જોડે આ ફિલ્મને જોઈ શકાશે.

આ ફિલ્મની સ્ટોરી એક સામાન્ય માણસ પર આધારીત છે. કે જે ભ્રષ્ટાચારનો સામનો કરશે. ફિલ્મમાં એ વસ્તુ બતાવામાં આવી છે કે સામાન્ય માણસ કેટલો શક્તિશાળી હોય છે. સાથેજ ફિલ્મમાં કોમેડી પણ ભરપૂર નાખવામાં આવી છે. પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે પણ એવું કહ્યું છે કે આ ફિલ્મમાં અજય દેવગણ સાથે કામ કરવામાં આવશે તે બાબતે તેઓ ઘણા ખુશ છે.

ઉલ્લેનીય છે કે અજ્ય દેવગણ ટૂંક સમયમાં મેડે માં પણ જોવા મળશે પરંતું કોરોનાને કારણે તે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમ છતા પણ તેઓ સાવચેતી સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. છેલ્લે તેઓ તાન્હાજી ફિલ્મમાં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં તેમની અપકમિંગ ફિલ્મ ભુજ પણ રીલીઝ થશે. સાથેજ તેઓ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં પણ જોવા મળશે.

Scroll to Top