વિશ્વમાં ઈઝરાયેલ એક એવો દેશ છે કે જેનાથી ભલભલા દેશ ડરતા હોય છે તેમની સૈન્ય શક્તિ પણ ખૂબજ આગળ છે હાલ એવા સમાચાર સામે આવ્યા છે કોરોના મહામારીમાં ઈઝરાયલ એક એવો દેશ છે કે જેણે કોરોનાને હરાવી દીધો છે હવે ઈઝરાયલમાં માસ્ક પહેરવું પણ મરજીયાત થઈ ગયું છે જેના કારણે અહીયાના લોકોમાં હવે ખુશી જોવા મળી રહી છે.
માસ્ક મરજિયાત
સમગ્ર મામલે ઈઝરાયલના હેલ્થ મિનિસ્ચર યુલી એડલ્ટીસ્ટીએ લોકોને એવું પણ કહી દીધું છે કે હવે લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી લોકો માસ્ક વગર ફરી શકે છે આઝાદીના દિવસે આ જાહેરતા કરતા તેમણે જણાવ્યું કે સરકારે કોરોનાને લઈને જે પણ નિયમો લાગુ કર્યા હતા. તે બધાજ નિયમો તમણે પરત ખેચી લીધા છે જેથી લોકોએ હવે માસ્ક પણ નહી પહેરવું પડે.
શાળઓ ફર શરૂ
ગણતરીના સમયમાં ઈઝરાયલમાં શાળાઓ પણ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ પણ હવે અહીયા ખુશખુશાલ છે. હવે આ દેશમાં ખુબજ ઓછા પ્રમાણમાં કોરોનાને કેસ જોવા મળી રહ્યા છે. 100 કરતા પણ ઓછા કેસ અહીયા નોંધાઈ રહ્યા છે.
વેક્સિનેશન સૌથી વધારે
બીજી એક ખાસ વાત એ પણ ઠે કે ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યા સૌથી વધારે વેક્સિનેશન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીયા 60 ટકા જેટલું વેક્સીનેશન કરી દેવામાં આવ્યું છે થોડાક દિવસોમાં અહીયા કોરોનાને કારણે લાગેલા બધાજ પ્રકારના પ્રતિબંધો પણ ઉઠાવી લેવામાં આવશે. ઉપરાંત હવે બાળકો પણ શાળાએ અભ્યાસ કરવા જઈ શકશે.
ટૂંકા ગાળામાં મોટી સિદ્ધી
વિશ્વમાં ઈઝરાયેલી ખૂબજ ટૂંકાગાળામાં મોટી સિદ્ધી હાસલ કરી છે. કારણકે જો ભારતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આપણા દેશમાં માત્ર 7 ટકા જેટલું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. પરંતુ હવે ઈઝરાયલમાં મહામારી પતવાની તૈયારમાં છે. કોરોનાને કારણે અહીયા માત્ર 6300 જેટલા લોકોના મોત થયા છે. અને દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 3 હજાર આસપાસ છે. જેમાથી 200 જેટલા લોકોની હાલ હાલ ગંભીર છે.
ભારતમાં ખરાબ પરિસ્થિતી
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે. હાલ જે પરિસ્થિતી છે તેવી એક સમયે અમેરિકામાં હતી. જોકે અમેરિકામાંતો હાલ પણ પરિસ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે. બીજી તરફ ભારતમાં મૃત્યુદર વધી રહ્યો છે સાથેજ કોરોનાના કેસ પણ 2 લાખ ઉપર પહોચી ગયા છે. જેના કારણે આપણા દેશમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.