સુશાંત સિંહના આપઘાત બાદ તેની ગર્લ ફ્રેન્ડ રિયાચક્રવતી પુરી રીતે બદનામ થઈ ગઈ છે જેના કારણે તે અવાર નવાર ટ્રોલ થતી હોય છે. ગત શુક્રવારે તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી જ્યા તે કોરોનાથી બચવા માસ્ક અને ફેસશીલ્ડ સાથે દેખાઈ હતી પરંતુ તે મુંબઈની બહાર ક્યા ગઈ હતી તેના વીશે કોઈને પણ કોઈ જાણકારી હજુ સુધી નથી મળી.
સુશાંતના ચાહકોનો ગુસ્સો હજુ સુધી શાંત નથી થયો જેના કારણે તેના એરપોર્ટ પરના ફોટા સોશિયલ મીડિયામાં જ્યારે દેખાયા ત્યારે તે બરાબરની ટ્રોલ થઈ એક યુઝરે તેને એવું કહ્યું હતું કે હવે તારે કોનો જીવ લેવો છે તો બીજા એક યુઝરે તો એવું કહ્યું કે મેડમ પાસે હવે પૈસાજ પૈસા છે તો અન્ય એક યુઝરે તો એવું કહ્યું કે જામીન પર શહેર છોડીને જવાની મંજૂરી પણ છે?
સોશિયલ મીડિયાપર આ વીડ્યો પોસ્ટ થયા બાદ એ વસ્તુ જોવા મળી કે લોકોમાં હજુ પણ ગુસ્સો ભરાયેલો છે અને લોકો સુશાંતની આત્મહત્યાને ભૂલી નથી શક્યા એક યુઝરેતો એવું પણ કહ્યું હતું કે મહેરબાની કરીને આને ન બતાવો કારણકે હું આને જોઈને અપસેટ થઈ જઉ છું સાથેજ તેણે એવું પણ કહ્યું હતું તે સુશાંતને મિસ પણ કરવા લાગે છે.
રિયા જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે હવે તેને નફરત કરવા વાળા ગમે તેમ બોલતા હોય છે. થોડાક સમય રહેલા તે હુમા કુરેશીના ભાઈ સાકિબ સલીમ સાથે જોવા મળી હતી સાકિબ પાર્ટી સેલિબ્રેટ કરીને ગેટ વે ઓફ મુંબઈ આગળ દેખાયો ત્યારે તેની સાથે રિયા પણ જોવા મળી હતી પરંતુ તે સમયે પણ તેના ફોટા જ્યારે સોશિયલ મીડિયામાં અપલોડ થયા ત્યારે લોકોએ ખરી ખોટી સંભળાવી હતી.
સાકિબ સાથેના ફોટા વાયરલ થયા બાદ અમુક યુઝરે તેને ઘણું ખરુ ખોટું કહ્યું ખાસ કરીને તેણે સાકિબને ઈશારો કરતા કહ્યું કે ભાઈ દૂર રહેજે નહીતો તારુ પત્તુ પણ કપાઈ જશે સાથેજ એક યુઝરે તો એવું કહ્યું કે નેક્સટ બકરો મળી ગયો એક યુઝરે તો તેને એવું પણ કહ્યું હતું કે આશા રાખુ છું કે સાકિબ કે તને લાંબુ જીવન મળે આ પહેલા રીયાએ ગીંતાજલી વાંચતી હોય તેવી તસ્વીર શેર કરી જેમા તેણે પોતની આપવીતી વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે શુશાંતના મોચ બાદ તેના પિતાએ રિયા સામે પટનામાં એફઆઈઆર દાખલ કરી હતી સાથેજ તેના પિતાએ દોઢ કરોડની હેરાફેરીનો આરોપ પણ લગાવ્યો હતો સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ કેસ સોપ્યો ત્યારે આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો જેમા રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી પરંતુ હાલ તેને જામીન મળી ગયા છે જેથી તે જામીન પર બહાર ફરી રહી છે.