લોકડાઉનને કારણે પતિની માનસીકતા બગડી, પત્ની પણ છેલ્લે તેની હરકતોથી કંટાળી કર્યું એવું કે…

કોરોનાને કારણે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે પરંતુ અમુક લોકોની તેની માનસીક અસર પણ થઈ છે જેના કારણે તેઓ ન કરવા જેવી હરકતો કરી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તાકમાં રહેતી પરિણીતા તેના પતિની હરકતોથી કંટાળી ગઈ હતી કારણકે લોકડાઉનને કારણે તેનો પતિ વિકૃત હરકતો કરતો થઈ ગયો હતો.

પતિ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને છોકરીઓ સાથે વાત કરવા લાગ્યા આ મામલે પત્નીએ તેના એકાઉન્ટ ચેક કર્યા ત્યારે તેને જાણ થઈ કે તેનો પતિ યુવતીએ સાથે બિભત્સ વાતો કરી રહ્યો હતો હદ તો ત્યારે વટી ગઈ જ્યારે તેનો પતિ યુવતીઓને અશ્લિલ વીડિયો મોકલતો હતો આ મામલે પત્નીએ પહેલાતો તેના પતિના મિત્રોને જાણ કરી હતી.

જોકે તેમ છતા પણ પતિ સુધરવા માટે તૈયાર ન હતો જેના કારણે તેની પત્નીએ મહિલા હેલ્પલાઈનની ટીમને જાણ કરી જેથી તેમણે આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમને માહિતી આપી હતી બાદમાં પરિણાતાએ પોલીસમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલો જ્યારે પોલીસની સામે ગયો ત્યારે પોલીસ પણ બે ઘડી માટે વિચારમાં મુકાઈ ગઈ હતી.

પત્નીએ 181 મહિલા અભયમની ટીમને જાણ કરી હતી જેમા તેણે જણાવ્યું કે તે તેના પતિની હરકતોને કારણે કંટાળી ગઈ છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ તેમના ઘરે પહોચી હતી લોકડાઉનને કારણે પતિ વર્ક ફ્રોમ હોમ કરતો હતો જેના કારણે તેના મગજ પર તેની અસર પડી હતી. તે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવીને યુવતીઓ સાથે ખરાબ વાતો કરતો હતો.

પત્નીએ જણાવ્યું કે તેણે જે રકમની એપડી કરવા હતી તે એફડીની રકમ પણ તેણે તોડાવીને છોકરીઓ પાછળ તેણે રૂપિયા ખર્ચી કાઢ્યા હતા આ બાબત જ્યારે પત્નીને ધ્યાને આવી ત્યારે તે વાત તેનાથી સહન થઈ જોકે પત્નીને પહેલાથી તેના પતિની હરકતો વીશે જાણ તો થઈ ગઈ હતી પરંતુ તે કોઈને કહેતી ન હતી પરંતુ તેના મિત્રને તેણે આ બાબતે જાણ કરી હતી.

ઉલ્લેખનીય કે પતિના મિત્રએ પણ તેને આ હરકતો ન કરવા માટે સમજાવ્યો હતો તેમ છતા તેની હરકતો તેણે બંધ ન કરી જેના કારણે કંટાળીને પત્નીએ તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી પતિએ એફડી તોડાવી કાઢી જેના કારણે પત્નીને ઘણો આઘાત લાગ્યો હતો આજ મામલે પત્નીએ છેલ્લે પોલીસમાં જાણ કરી કે જેથી તેનો પતિ તેની હરકતો બંધ કરે.

Scroll to Top