સોશિયલ મીડિયા પર યુવકે યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યું, બાદમાં તેના ફોટા પર કરી બિભત્સ કોમેન્ટ

આજની યુવાપેઢી મોટા ભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને મિત્રો બનાવતી હોય છે પરંતુ સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલાજ  ગેરફાયદા પણ છે ત્યારે વધુંમાં ફરી એક વાર સોશિયલ મીડિયા યુવતીને બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે જેમા આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી  હોવાનું સામે આવ્યું છે જ્યારે યુવતી સુરતની હતી.

બંને જણા એકબીજા સાથે ચેટીંગ કરતા હતા પરંતુ તેમનો ઝઘડો થી જતા યુવકે યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યું બાદમાં તે એકાઉન્ટ તે બિભત્સ પોસ્ટ કરતો હતો જેના કારણે યુવતીએ તેના પરિવારને આ અંગે જાણ કરી અને પરિવાર દ્વારા પોલીસમાં આ મામલે સમગ્ર ફરિયાદ નોંધવામાં આવી પોલીસને ફરિયાદ મળતાજ તેમણે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. તે એકાઉન્ટ પર તેણે યુવતીના ફોટા તો અપલોડ કર્યા સાથેજ તેણે યુવતીની બહેનના ફોટા પણ અપલોડ કર્યા હતા આ મામલે યુવતીના પરિવારને જાણ થતા તેમણે યુવતીને પુછ્યું ત્યારે તેણે કહ્યું કે તે એકાઉન્ટ તેનું નથી. તેની બહેનો પણ આ એકાઉન્ટના કારણે બદનામ થતી હતી જેથી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સમગ્રા મામલે પોલીસને જાણ થતા પોલીસે તપાસ આરંભી તો સામે આવ્યું કે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો જેથી પોલીસ તુરંત રાજસ્થાન પહોચી હતી. જ્યાથી તેમણે આરોપીને ઝડપી પાડ્યો અને બાદમાં ત્યાથી તેને સુરત લાવામાં આવ્યો હતો સાંભળીને તમને નવાઈ લાગશે કે યુવક કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે તે ભણેલો ગણેલો છે તેમ છતા તેણે આવી હરકત કરી હતી.

સોશિયલ મીડિયા દ્વારા યુવક અને વતીનો સંપર્ક થયો હતો. બંને જણા રોજ વાતચીકત કરતા હતા પરંતુ કોઈ કારણોસર તેમની વચ્ચે ઝઘડો થયો જેના કારણે યુવતીએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો આ વાતે તેને માઠુ લાગી આવતા તેણે ફેક આઈડી બનાવીને યુવતી સાથે બદો લેવાનું વિચાર્યું સમગ્ર મામલે આરોપએ પોતાની ગુનાની કબૂલાત પણ આપી અને તેણે કીધું કે તેને યુવતી સાથે બદલો લેવો હતો જેથી તેણે આવી કરતૂત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી યુવકને તેની કરતૂતને કારણે આજે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા ગુના થતા હોય છે જેમા ખાસ કરીને યુવતીઓના ફેક એકાઉન્ટ બનાવીને તેમની બદનામી લોકો કરતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર મિત્રતા કરતા લોકો માટે આ કિસ્સો એક લાલબત્તી સમના કહી શકાય.

Scroll to Top