રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે જેથી એવી શક્યતા છે કે સરકાર દ્વારા લોકડાઉન કરીને કોરોનાની ચેઈન તોડવામાં આવે પરંતુ રૂપાણી સરકાર દ્વારા આ મામલે હજુ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી બીજી તરફ લોકડાઉનની આશંકાને લઈનેલોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.
સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું કહ્યું થછે કે સંક્રમણની ચેઈને તોડવી ઘણી જરૂરી છે પરંતુ તેઓ સંક્રમણને રોકવા માટે કેવા પગલા લેવાના છે તે મામલે હજું સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી નિષ્ણાંતોનિં એવું કહેવું છે કે કોરોનાની ગાઈડલાઈનનું જો લોકો બરાબર રીતે પાલન કરે તો લોકડાઉનથી આપણે બચી શકીએ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે તે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે ત્યાની સરકાર લોકડાઉન લગાવી શકે છે જોકે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંતો કોરોનાને કાબૂમાં રાખવા માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ગુજરાતમાં પણ જે તે શહેરોમાં અને વિસ્તારોમાં સ્વૈચ્છિક રીકે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે.
હાલ કોરોનાનું સંક્રમણ એટલી હદે ફેલાયું છે કે તેની ચેઈન તોડવી દિવસેને દિવસે મુશ્કેલ થઈ રહી છે આવા સંજોગોમાં રાજ્યમાં લોકડાઉન કરીને પણ કોરોનાને કાબૂમાં લેવામાં આવી શકે છે બીજી તરફ અમુક વેપારી સંગઠનો દ્વારા પણ લોકડાઉન કરવા મામલે સરકારને કહેવામાં આવ્યું છે પરંતુ સરકાર લોકડાઉન મામલે ક્યારે નિર્ણય લે છે તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.
પરિસ્થિતી હાલ એટલી ગંભીર છે કે કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં તો રોજના 2 હજાર કરકા પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉનના નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાંતો વેપારીઓ સ્વૈચ્છિક રીતે હવે ધીમે ધીમે લોકડાઉન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હવે રોડ રસ્તા પર એમ્બ્યુલન્સો દોડતી વધારે દેખાય છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે સાથેજ લોકો પણ હવે કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા પરંતુ સંક્રમણને રોકવા માટે છેલ્લે એક માત્ર લોકડાઉનનો રસ્તો બચે છે. જેથી સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવી શકે છે પરંતુ હજું સુધી આ મામલે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું કોઈ ચોક્કસ નિવેદન આપવામાં નથી આવ્યું.