પતિના હતા અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધો, જ્યારે પત્નીને જાણ થઈ પછી તો પતીએ કઈક એવું કર્યું કે..

મેગાસીટી અમદાવાદમાં દિવસેને જિવસે ગુનાખોરી પણ કોરોનાની જેમ વધતી જોવા મળી રહી છે અહીયા મહિલાઓની સુરક્ષાને લઈને અવાર નવાર સવાલો ઉઠતા હોય છે ત્યારે વધુંમાં ફરી એક વાર એક એવો કેસ સામે આવ્યો છે કે જે સાંભળીને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો આ કેસમાં એક પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા જેના કારણે તેની પત્નીને પોલીસની મદદ લેવી પડી છે.

પતિના અન્ય સ્ત્રી સાથે સંબંઘો

લગ્ન બાદ પતિ અને પત્ની શાંતિથી રહેતા હતા પરંતુ એક દિવસ તેની પત્નીએ તેના પતિના ફોનમાં તેની સ્ત્રી મિત્રના મેસેજ જોઈ લીધા હતા આ બાબતે જ્યારે પત્નીએ પતિને પુછ્યું ત્યારે પતિ ઉશ્કેરાઈ ગયો અને તેણે તેની પત્નીને માર માર્યો હતો એક તરફ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો અને બીજી તરફ પતિએ માર માર્યો જેના કારણે યુવતી કોઈને ન તો કહી શકે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ હતી.

સાસુ અપમાન કરતી હતી

લગ્ન બાદ થોડાક સમય સુધી બધું બરાબર ચાલ્યું હતું, બાદમાં સાસરિયાઓ તેને યુવતીને નાની નાની બાબતે ત્રાસ આપવા લાગ્યા સાથેજ તેની સાસું પણ તેને ગમે અપશબ્દો બોલતી હતી તેને જાહેરમાં ઘરના સભ્યોની વચ્ચે અપમાનીત કરતી હતી.

પતિ પત્નીને માર મારતો હતો

આ બધીજ વસ્તુઓતો યુવતીએ સહન કરી લીધી પરંતું એખ દિવસ તેના પતિના ફોનમાં કોઈ અજાણી સ્ત્રીના મેસેજ જોયા જેથી તેણે તેના પતિને તેના વીશે પુછ્યું આ બાબતે પતિને પુછતા તે ઉશ્કેરાઈ ગયો અને તેને માર મારવા લાગ્યો હતો આ મામલે યુવતીએ પણ તેના સાસરીયાઓને જાણ કરી તો તેઓ પણ તેના પતિનું ઉપરાણું લેવા લાગ્યા હતા.

યુવતીના પરિવાજનોએ બેઠક ગોઠવી

જોકે બાદમાં યુવતીએ તેના પરિવારજનોને આ મામલે જાણ કરી અને બંને પક્ષે બેઠક ગોઠવાઈ હતી આ બેઠક બાદ થોડોક સમય સુધી તેની સાસરી વાળા સાર રહ્યા જોકે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતોજ હતો જે મામલે તેમની વચ્ચે તકરાર થઈ હતી અવાપ નવાર તકરારને કારણે પત્ની કંટાળી ગઈ હતી સાથેજ તેનો પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

બંને બહેનોના 20 20 લાખ માગ્યા

યુવતીએ જ્યા લગ્ન કર્યા હતા તેની બહેને પણ તેનાજ પતિના ભાઈ સાથે લગ્ન કર્યા હતા જેથી બન્ને બહેનો કંટાળી ગઈ હતી પરંતુ હદ તો ત્યારે વટી ગઈ જ્યારે સાસરીયાઓએ બંને બહેનોના 20 20 લાખ રૂપિયા માગ્યા સાથેજ તેમના પરિવાર પાસેથી એક મોંઘી કાર પણ માગી હતી.

પરિવારજનોએ ફરિયાદ નોંધાવી

ઉલ્લેખનીય છે કે આટલી બધા અત્યાચાર બાદ પણ યુવતીના પરિવારજનોએ સમાધાન અર્થે બેઠક રાખી હતી પરંતુ તેના સાસરી વાળા બેઠક માટે ન આવ્યા જેના કારણે તેમના પરિવારજનો આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે કુલ ઘરના સાચ સભ્યો સામે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે સાથેજ સાસરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

Scroll to Top