આ બનાવ સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં જ્યા એક પતિએ કૃરતાની બધીજ હદો પાર કાઢી છે પતિને તેની પત્નીના ચારિત્ર પર શંકા હતી. તેની એવી શંકા હતી કે તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો છે જેના કારણે તે તેની પત્નીને અવારનવાર મારતો હતો જેમા તે કુતરાને ટ્રેનંગ આપીએ તે લાકડીથી તેની પત્નીને ફટકારતો હતો જેથી મહિલા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી હતી.
હેવાનિયતની હદ
વાત આટલેથી પૂરી નથી થતી કારણકે હેવાન પતિની આગળની કરતૂત સાંભળીને તમે પણ હેરાન રહી જશો તેણે તેની પત્નીના પેચના ભાગે છરીની અણી રાખી હતી બાદમાં તેણે તેની ડરાવી ધમકાવીમે બ્લેકમેલ કરી અને તેની પાસેથી જબદસ્તી સુસાઈડ નોટ લખાવી હતી જેના કારણે મહિલા સખત ગભરાઈ ગઈ હતી જોકે પતિએ તે સુસાઈડ નોટનો ફોટો તેના સસરાને મોકલ્યો હતો.
અવારનવાર માર મારતો
પતી પત્નીના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા બંનેને 2 સંતાનો પણ છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તેમની અવાર નવાર ઝઘડાઓ થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે પતિ નાની નાની વાતે તેની પત્નીનો વાંક કાઢીને તેને માર મારતો હતો પરંતુ આ મામલે પત્નીએ ક્યારેય પણ તેના માતા પિતાને જાણ નહોતી કરી.
માતા પિતાએ દિકરીને સમજાવી હતી
જોકે પતિના વધતા ત્રાસને કારણે પત્નીએ એક દિવસ તેના માતા પિતાને જાણ કરી ત્યારે તેના માતા પિતા પણ હેરાન થઈ ગયા હતા પંરતુ તેમણે તેમની દિકરીને સમજાવીને તેને સહાનુભૂતી આપી હતી પરંતુ તેનો પતિ તેની પત્નીના ચારિત્ર પર શંકા રાખીને અવાર નવાર તેને માર મારતો હતો જેના કારણે પત્ની કંટાળી ગઈ હતી પરંતુ તે તેના બાળકોને કારણે કોઈને કશું કહેતી ન હતી.
પત્નીના પેટ પર છરી મુકી
બનાવના દિવસે પતિએ છરી લઈને તેની પત્નીના પેટ પર મૂકી દીધી અને તેને બ્લેકમેલ કરીને તેની પાસે સુસાઈડ નોટ લખાવી મહિલા તે સમયે ગભરાઈ ગઈ હતી જેથી તેણે સુસાઈડ નોટ લખી કાઢી પરંતુ બાદમાં પતિએ તે સુસાઈડ નોટ તેના સાસુ સસરાને મોકલી હતી બાદમાં પતિએ તેને છોડીતો દીધી પરંતુ ગભરાયેલી પત્ની બીજા દિવસે તેના પિયરમાં આવી ગઈ.
વિકૃત પતિ સામે ફરિયાદ નોંધાવી
સમગ્ર મામલે હાલ ભોગ બનનાર પત્ની અને તેના પરિવારજનોએ વિકૃત પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસને આ મામલે જ્યારે ફરિયાદ મળી ત્યારે પોલીસ પણ બે ઘડી પતિની કરતૂતો સાંભળીને ચોંકી ગઈ હતી જોકે પોલીસને ફરિયાદ મળ્યા બાદ તેમણે વિક્ત પતિની શોધખોળ આરંભી છે સાથેજ પત્નીએ જે ફરિયાદ નોંધાવી છે તેને આધારે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.