વકરતા જતા કોરોનાને કારણે લોકોની માનસીક સ્થિતી પર હવે ગંભીર અસર થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી એવા સમચારો સામે આવી રહ્યા છે કે કોરોના પોઝિટીવ દર્દીઓ માનસીક તાણમાં આવીને મોતને વ્હાલું કરી લે છે ત્યારે વધુંમાં ફરી કઈક આવોજ બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરમાં જ્યા હોસ્પિટલમા પાંચમાં માળેથી એક મહિલાએ જંપલાવી દીધું છે.
પાંચમાં માળેથી જંપલાવ્યું
ગણતરીના કલાકો પહેલા મૃતક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેના કારણે તેને રાજકોટની સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી 53 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા મહિલાના મગજ પર તેની ગંભીર અસર થઈ હતી જેના કારણે તે વહેલી સવારે હોસ્પિટલના પાંચમા માળે ગઈ બાદમાં તેણે ત્યાથી કુદીને મોતને વ્હાલું કરી લીઘુ.
મહિલા ડિપ્રેશનમાં
શહેરના યુનિવર્સિટી રોડ પર સમરસ હોસ્ટેલ આવેલી છે જેને હાલમાં કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આ છે જ્યા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે મૃતક મહિલાને પણ ત્યાજ દાખલ કરવામાં આવી હતી પરંતુ તેણે સારવાર દરમિયાન આપઘાત કરી લીધો જેના કારણે એવી ચર્ચાએ જોર પકડ્યું છે મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી સાથેજ તેને એવું હતું કે હવે સાજી નહી થઈ શકે.
અફરાતફરીનો માહોલ
જે સમયે મહિલાએ પાંચમાં માળેથી કૂદકો માર્યો હતો ત્યારે કોઈને કશું ખ્યાલ ન આવ્યો પરંતુ જ્યારે હોસ્પિટલ સ્ચાફને જાણ થઈ કે મહિલાએ આપઘાત કર્યો છે ત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આ મુદ્દે હોસ્પિટલના સ્ટાફે પણ તુરંત પોલીસને જાણ કરી હતી પોલીસને જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે પોલીસ તુરંત હોસ્પિચલમાં પહોચી અને તેમેણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ દર્દીએ આપઘાત કર્યો હતો
અગાઉ પણ એક કોરોનાના દર્દીએ રાજકોટમાં આપઘાત કર્યો હતો તેની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જોકે તેની માનસીક સ્થિતી લથડી પડતા તેણે મોતને વ્હાલું કરી લીધું હતું તે દર્દીએ ઓક્સિજન પાઈપ વડે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું તે સિવાય અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીએ હોસ્પિટલના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
લોકોની માનસીક સ્થિતી વણસી
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે ખાસ કરીને લોકોની માનસીક સ્થિતી પર તેની ગંભીર અસર થઈ રહી છે લોકોમાં હવે પોતાની રોજગારી અને પોતાના પરિવારને લઈને ચિંતા થઈ રહી છે તેમા પણ વધતા જતા કોરોના સંક્રમણને કારણે જનજીવન હવે ખોરવાઈ ગયું છે આ બધામાં ખાસ કરીને કોરોના પોઝિટીવ થયેલા દર્દીઓ એકલા રહેતા હોય છે જેના કારણે તેમના મગજ પર એકલાપણાની ગંભીર અસર રહેતી હોય છે.