લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવી કોંગ્રેસની સોશિયલ મીડિયા સેલના હેડને ભારે પડી ગઈ છે. તેમના વિરૂદ્ધ લખનૌમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની સોશિયલ મીડિયા સેલની હેડ દિવ્યા સ્પંદના પર કેસ દાખલ થયો છે. આ ફરિયાદ લખનઉના વકીલ સૈય્યદ રિઝવાન અહમદે કહ્યું છે, દિવ્યાનું ટ્વિટ ખરેખર અપમાનજનક હતું. વડાપ્રધાન દેશની સંપ્રભુતા અને ગણરાજ્યનું પ્રતિક છે. સ્પંદનાનું ટ્વિટ આપણા દેશ માટે અપમાનજનક છે. તેમણે વડાપ્રધાન પદ અને દેશનું અપમાન કર્યું છે.’
કોંગ્રેસની પૂર્વ સાંસદ અને કોંગ્રેસની સોશિયલ મીડિયા સેલની હેડ દિવ્યા સ્પંદનાએ રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. સ્પંદનાએ વડાપ્રધાનનો એક વિવાદાસ્પદ ફોટો પણ ટ્વિટ કર્યો હતો.
આ મામલે તેમના વિરૂદ્ધ લખનૌના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ અંતર્ગત FIR નોંધવામાં આવી છે.
સ્પંદનાઆ પહેલા પણ પીએમ સામે ટ્વીટ કરી ચૂક છે. ગત મંગળવારે પણ દિવ્યાએ પીએમ મોદીનો એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો અને તેમના શિક્ષણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ વીડિયોમાં પીએમ મોદી વર્ષ 1998માં આપેલા ઈન્ટરવ્યૂમાં કહી રહ્યા છે કે તેમણે હાઈ-સ્કૂલ સુધી અભ્યાસ કર્યો છો તો પછી 1979માં ગ્રેજ્યુએશન કર્યું અને તેમની પાસે ડિગ્રી પણ છે.