માલદીવમાં હોલીડે એન્જોય કરી રહી છે સારા અલી ખાન, તસ્વીરો અને વિડીયો થયા વાયરલ

ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડની સફરની શરૂઆત કરનારી અભિનેત્રી સારા અલી ખાન હાલમાં તેની માતા અમૃતા સિંહ સાથે માલદીવમાં રજા માણી રહી છે, જ્યાંથી તેમની તસ્વીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં સારાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બીચ પર સૂર્યાસ્તની મજા લઇ રહી હતી. હવે સારાનો બીજો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં તે ચાંદની પ્રશંસા કરી રહી છે.

સારા અલી ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઝાડથી ઘેરાયેલી જગ્યાએ સ્વિમિંગ પૂલની પાસે બેઠેલી જોવા મળી રહી છે અને આકાશમાં ચાંદ જોવા મળી રહ્યો છે. તેની સાથે બેકગ્રાઉન્ડમાં સુપરહિટ ફિલ્મ ‘પાકિઝા’ નું પ્રખ્યાત ગીત ‘ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો’ પણ સાંભળવા મળી રહ્યું છે.

સારા અલી ખાને તેનો વીડિયો સનસેટ સાથે શેર કર્યો હતો. લાગે છે કે સારા આ દિવસોમાં હોલીડેના મૂડમાં છે. અગાઉ, તે પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે ગુલમર્ગની યાત્રા પર હતી. જ્યારે સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જલ્દી જ તે અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર ધનુષની સાથે ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળવાની છે.

Scroll to Top