કોરોનાને કારણે હાલ મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત છે અહીયા સંક્રમણ કાબૂમાં આવીજ નથી રહ્યું જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા રાજ્યમાં સંપૂર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે આજે રાતે 8 વાગ્યા પછી મહારષ્ટ્રમાં સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવશે જેથી કોરોનાની ચેઈનને અહીયા તોડી શકાય બીજી તરફ વધતા કોરોનાને કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ છે.
મહારાષ્ટ્ર સરકારે જે રીતે લોકડાઉન કર્યું છે, તેમા સરકારી કાર્યાલયોમાં 15 ટકા કર્મચારી કામ કરી શકશે. તે સિવાય જો કોઈ લગ્નપ્રસંગ હશે તો ત્યા પણ માત્ર 25 લોકો ભેગા થઈ શકશે જે પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તેને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે ઉપરાંત સરકારી બસોમાં પણ 50 ટકા સુધીની કેપેસીટી રાખાવામાં આવી છે.
કારણ વગર કોઈ પણ વ્યક્તિ હવે રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહી જઈ શકે ઉપરાંત જો કોઈપણ વ્યક્તિને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી હશે તો તેને કારણ જણાવું પડશે પરિસ્થિતી હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ છે જેના કારણે અહીયા લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે સાથેજ સરકાર દ્વારા કડક ગાઈડલાઈન મુકી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 550 કરતા વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા છે સાથેજ અહીયા 65 હજાર કરતા વધારે લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે 15 એપ્રીલ પછી દિવસેને દિવસે અહીયા કેસ વધતાજ જાય છે જેના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા હવે રાજ્યમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે જેથી સંક્રમણની ચેઈનને રોકી શકાય.
મુબંઈ જેવા મોટા શહેરોમાં પરિસ્થિતી એટલી હદે ખરાબ છે અહીયા હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા છે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી સાથેજ મોટા ભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે જેના કારણે સરકાર ઉપર પણ દબાણ વધી રહ્યું છે બીજી તરફ વધતા જતા કેસોને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે ખાલી મહરાષ્ટ્રમાંજ નહી પરતું મોટા ભાગના રાજ્યોમાં કોરોનાએ પોતાને કહેવ વર્તાવ્યો છે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ 3 લાખ 15 હજાર જેટલા કેસ નોંધાયા છે આ કેસ અત્યાર સુધીના સૌથી રેકોર્ડબ્રેક કેસ છે હાલ ભારતમાં કોરોનાનું સંક્રમણ વિશ્વમાં મોખરે બોલાઈ રહ્યું છે જેના કારણે લોકોમાં પણ હવે ભયનો માહોલ છે સાથેજ લોકો હવે જાતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.