15મે સુધી કોરોના સંક્રમણ ભયંકર રીતે ફેલાશે, 35 લાખ એક્ટીવ કેસ થઈ જાય તેવી સંભવના

ભારતમાં હાલ જે રીતે કોરોનાનું સંક્રણમ ફેલાયુ છે તે હવે એક ચિંતાનો વિષય બન્યો છે કોરોનાની બીજી લહેરને કારણે લોકોમાં ભયનો માહોલ છે સાથેજ આ લહેર લોકો માટે ઘણી ઘાતકી સાબિત થઈ છે ત્યારે આવા સમયે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અગામી 15 મે સુધી કોરોનાના કેસ આ રીતે વધતા રહેશે સાથેજ એક્ટિવ કેસની સંખ્યા પણ 35 લાખ સુધી પહોચે તેવી આશંકા સેવાઈ રહી છે.

સંક્રમણને જોતા વૈજ્ઞાનિકોએ એવું અનુમાન લગાવ્યું છે કે ભારતમાં કોરોનાના દર્દીઓ સંખ્યા હજું વધી શકે છે ગયા વર્ષે જૂન મહિનામાં પણ આ રીતે અનુમાન લગાવામાં આવ્યું હતું. પણ આ વખતે હવે બીજી લહેર દિવસેને દિવસે ઘાતકી સાબિત થઈ રહી છે જે રીકે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે હવે નજીકના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ત્રમ ગણો વધારો થઈ શકે છે.

સૌથી ખરાબ સ્થિતી હાલ મહારાષ્ટ્રમાં ત્યા રોજના 65 હજાર કરતા પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે ત્યા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે સાથેજ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં પણ નવા કેસો વધી રહ્યા છે સાઉથમાં પણ તમિલનાડુમાં તેમજ આંધ્રપ્રદેશમાં કોરોનાની ગતી વધારે રહેશે.

હાલ પરિસ્થિતી એવી છે કે સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું જેથી વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી 5 મે સુધીમાં રોજ 3 લાખ કરતા વધારે કેસ નોંધાશે. સાથેજ 15 મે સુધીમાં તો એક્ટિવ કેસની સંખ્યા પણ 35 લાકે વટાઈ જશે. હાલ વેક્સિનેશન પણ ધીમી ગતી એ ચાલી રહ્યું છે. કારણે 100 કરોડથી વધારેની વસ્તી ધરાવતા દેશમાં જલ્દી વેક્સિનેશન થવું થોડુંક અઘરું છે.

ભારતમાં અત્યારે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 15 હજાર કેસ નોંધાયા છે. આ કેસ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ભારતે બધાજ દેશોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કારણકે આ પહેલા અમેરિકાનો આંકડો સૌથી વધારે હતો. પરંતુ હવે ભારતમાં જે રોકેટ ગતીએ સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભરાતમાં 2100 કરતા વધારે લોકોના મોત થયા છે. કોરોનાની ઝપેટમાં હવે દિવસેને દિવસે લોકો એવા ફસાઈ રહ્યા છે. કે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે. સાથેજ અમુક લોકોની તો રોજગારી પણ છીનવાઈ ગઈ છે. બધાજ લોકો હવે સંક્રમણ કાબૂમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સંક્રમણ હવે ક્યારે કાબૂમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

Scroll to Top