હિન્દી સિનેમાથી તાજેતરમાં એક જોડાયેલ ખરાબ સમાચાર સામે આવ્યા છે. સિનેમાના પ્રખ્યાત સિનેમેટોગ્રાફ જોની લાલનું નિધન થઈ ગયું છે. તેમનું નિધન મુંબઈમાં આવેલ ઘરમાં થયું છે. તેમના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જોની લાલ કોરોના વાયરસના શિકાર થઈ ગયા હતા અને ઘર પર જ હોમ કોરેનટાઈન થઈ તે પોતાની સારવાર કરાવી રહ્યા હતા. પરંતુ તે આ વાયરસથી જંગ જીતી શક્યા નહીં અંતે તેમનું ગઈ કાલે મોત નીપજ્યું હતું.
જોની લાલના નિધનના સમાચાર આર માધવને પોતાના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર આપ્યા છે. તેમને ટ્વીટમાં લખ્યું છે કે, ‘ત્રાસદાયકની ગાથા અત્યારે ચાલુ છે, અમે એક અદભુત વ્યક્તિને ગુમાવી દીધા છે. જે રહેના હૈ તેરે દિલમાં DOP હતા. તમારી આત્માને શાંતિ મલે જોની લાલ સર. તમારી વિનમ્રતા, દયાભાવ અને પ્રતિભા અમને બધાને ખૂબ જ યાદ આવશે. તમે આટલા સુંદરતાથી રહેના હૈ તેરે દિલમાં કામ કર્યું, જે અમારા મનમાં વસી ગયું છે. તમને સ્વર્ગમાં જગ્યા મળે. મન ઉદાસ અને દુખી છે.
તમને જણાવી દઈએ જે, જોની લાલે આર માધવન સ્ટારર ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મે’ અને તુષાર કપૂર સ્ટારર ફિલ્મ ‘મુજે કુછ કહેના હૈ’ જેવી ફિલ્મો માટે સિનેમાટોગ્રાફી કરી હતી.