આજકાલ દરેક જણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ઘણી વાર એવું બને છે કે ટેલિકોમ અને ટેલિમાર્કેટિંગ કંપનીઓ તરફથી વારંવાર કોલ આવે છે, જેનાથી આપણને થોડો ગભરાટ અનુભવાય છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન ઉભો થાય છે કે આફાલતુ કૉલ્સ અથવા મેસેજને કેવી રીતે બ્લૉક કરવા. તો પછી તમને જવાબ અહીં મળશે. અમે તમને અહીં કેટલીક સરળ રીતો જણાવીશું, જેના દ્વારા તમે સ્પામ કૉલ્સ અને મેસેજ ને બ્લૉક કરી શકશો.
આ રીતે કરો બ્લૉક
- તમારા સ્માર્ટફોનની ફોનની એપ્લિકેશન ખોલો.
- આ પછી Recent Calls વિકલ્પ પર જાઓ.
- કૉલ લિસ્ટમાં તમે તે નંબર સિલેકટ કરો જે નંબર તમે બ્લૉક કરવા માંગો છો.
- આ પછી Block/report Spam વિકલ્પ પર ટેપ કરો.
- આ પછી સ્પામ નંબર બ્લૉક થઇ જશે અને તમને ભવિષ્યમાં તે નંબરથી કોઈ કૉલ્સ આવશે નહીં.
- આ વિશેષ રીતે સ્પામ કૉલ્સ કરો બ્લૉક
જિયો, એરટેલ, વોડાફોન અને આઇડિયા કોઈપણ નંબર પર સ્પામ કૉલ્સ સરળતાથી બ્લૉક કરી શકાય છે. સ્પામ કૉલ્સને બ્લૉક કરવાના બે રસ્તાઓ છે, જેમાં પહેલા પ્રથમ SMS અને બીજો કૉલિંગ છે. જો તમે ફાલતુ કૉલ્સ અથવા મેસેજથી હેરાન થઇ ગયા છો, તો પહેલા મેસેજિંગ એપ્લિકેશન પર જાઓ. અહીં START 0 લખો અને તેને 1909 પર મોકલો. આ પછી, તમારા નંબર પર સ્પામ કૉલ્સ આવશે નહીં.
બીજી રીતની વાત કરીએ તો તમે એક કૉલ કરીને પણ તમારા ફોન પર સ્પામ કૉલ્સને બ્લૉક કરી શકો છો. સ્પામ કૉલ્સને બ્લૉક કરવા તમારા ફોનથી 1909 પર કોલ કરો. પછી ફોન પરની સૂચનાઓનું પાલન કરો અને ડુ નોટ ડિસ્ટર્બ (Do Not Distarb) (ડીએનડી) સેવાને સક્રિય કરો.
IRDAI એ વીમા કંપનીઓને આપી સૂચના
IRDAI એ ગયા મહિને તમામ વીમા કંપનીઓને ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે તેમના સંદેશાઓના ફોર્મેટની નોંધણી કરવા નિર્દેશ આપ્યો હતો. તેનું લક્ષ્ય પોલિસીહોલ્ડસ નીતિધારકો દ્વારા મેળવેલા અવાંછિત અને કપટપૂર્ણ સંદેશાઓને અટકાવવાનું છે. વીમા નિયમનકારીઓને પ્રાપ્ત થતા સ્પામ કૉલ્સ અને મેસેજ સાથે જોડાયેલ સમસ્યા સામે ધ્યાન દોરતા ભારતીય બીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (IRDAI) દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.