ગુરદાસપુર જિલ્લાનાધારીવાલ ગામમાં રહેતાં પૈરા સ્પેશિયલ ફોર્સ-4ના લાંસ નાયક સંદીપ સિંહ શરૂઆતથી જ લીડ કરતાં હતા. શહીદ થયા તે દિવસ સુધી તેઓ લીડરની ભૂમિકા નિભાવતા હતા. શવિવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં આતંકીઓને ઘુસણખોરી કરતાં જોઈને ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓએ ફાયરિંગ કર્યા પછી એલઓસી પાસે જંગલમાં છુપાઈ ગયા તો પેરા કમાન્ડોઝને તેમણે બોલાવ્યા હતા. આ ગ્રૂપને સંદીપ સિંહ લીડ કરી રહ્યા હતા. રવિવારે પહેલાં દિવસે બે આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
સોમવારે સંદીપ સિંહ તેમની ટીમ સાથે જંગલમાં આતંકીઓના પગના નિશાન જોઈને આગળ વધી રહ્યા હતા અને આતંકીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું. તે એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરી દેવામા આવ્યો હતો. ત્યારે અન્ય બે આતંકીઓએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારે સંદીપે તેમના જવાનોને છુપાઈ જવાનો આદેશ આપીને તેઓ એકલા લોકેશન જોવા આગળ વધ્યા. તે જ સમયે આતંકીની એક ગોળી તેમના માથામાં વાગી. આમ શહીદ થતાં પહેલાં પણ સંદીપ સિંહે બે આતંકીઓને ઠાર કર્યા હતા.
શહીદની અર્થીને બહેને પણ આપી કાંધ
મંગળવારે સંદીપ સિંહના તેમના પૈતૃક ગામે સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદની બહાદુર માતા કુલિંદર કૌર અને બહેન શહીદની અર્થીને કાંધ આપીને તેમને સ્મશાન સુધી લઈ ગયા હતા. ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે, મને સંદીપના જવાથી દુખ તો ઘણું છે પરંતુ તે વાતની ખુશી પણ છે કે મારો દીકરો શહીદ થયો છે અને તેણે મને શહીદની માતાનું ગૌરવ પણ અપાવ્યું છે.
પત્નીને ફોન પર કહ્યું હતું- ફાયરિંગ થઈ રહી છે, કાલે વાત કરીશ… તે કાલ કદી આવી જ નહીં
શહીદની પત્ની ગુરપ્રીત કૌરે જણાવ્યું કે, શનિવારે તેમની પતિ સાથે ફોન પર વાત થઈ હતી. થોડી વાર વાત કર્યા પછી તેમણે કહ્યું હતું કે, ફાયરિંગ થઈ રહી છે, એટલે કાલે વાત કરીશ. પરંતુ પછી તેમનો ફોન કદી આવ્યો જ નહીં અને સોમવારે તેમની શહાદતની ખબર આવી. હું આ આઘાતમાંથી કદાચ કદી બહાર જ નહીં આવી શકું. શહીદની પત્ની ગુરપ્રીતે કહ્યું, મારા પતિ એક બહાદુર સૈનિક હતા. તેમણે પીઠ પર નહીં છાતી પર ગોળી ખાધી છે. હું મારા એકના એક દીકરા અભિનવને પણ સેનામાં મોકલશે.
બહેને હાથમાં રાખડી બાંધી ભાઈને કર્યો વિદાય
શહીદની એકની એક બહેન ખુશમીત કૌરે શહીદ ભાઈના હાથમાં રાખડી બાંધીને તેને અંતિમ વિદાય આપી હતી. બહેનનો આક્રંદ જોઈને ત્યાં હાજર દરેક લોકો એટલે સુધી કે મેજર મુકુલ શર્માના આંખમાં પણ આસૂં આવી ગયા હતા.
ગરીબોની મદદ માટે ગામમાં બનાવ્યું હતું ગ્રૂપ
શહીદના ભાઈએ જણાવ્યું કે, સંદીપે તેમના મિત્રો સાથે મલીને ગામના છોકરાઓને ભેગા કરીને એક ગ્રૂપ બનાવ્યું હતું. જે ગરીબ લોકો માટે દવા અને અન્ય સામાન ભેગો કરતા હતા. તે ઉપરાંત ગામમાં જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે મિત્રોને ભેગા કરીને લંગર લગાવતા હતા. ગામના લોકોને ધાર્મિક ફિલ્મો પણ બતાવતા હતા.
બટાલિયનમાંથી પસંદ કરીને બનાવવામાં આવે છે પૈરા કમાન્ડો
સેનાની વિવિધ બટાલિયનમાંથી બહાદુર જવાન પસંદ કરીને પૈરા કમાન્ડો બનાવવામાં આવે છે. તેમની પસંદગી પછી તેમના ધૈર્ય, સંયમ અને મુશ્કેલીના સમયમાં ક્ષમતાનું પરિક્ષણ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં જે જવાન પાસ થાય છે તેમને પૈરા કમાન્ડો ગ્રૂપનો ભાગ બનાવવામાં આવે છે. પસંદગી પછી 90 દિવસની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે. આ ટ્રેનિંગ આતંકી ઓપરેશન પાર પાડવા માટે ખૂબ મહત્વની સાબીત થાય છે.