કેનેડાની સરકારે 30 દિવસ માટે ભારતની ફ્લાઈટો પર મુક્યો પ્રતિબંધ, સંક્રમણ કાબૂમાં લેવા લેવાયો મહત્વો નિર્ણય

કોરોનાને કારણે હાલ ભારતમાં મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાયું છે. જેના કારણે કેનેડાની સરકાર દ્વારા ભારતથી આવતી બધીજ કોમર્શિયલ પ્રાઈવેટ ફ્લાઈટને 30 દિવસ માટે બંધ કરી દીધી છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ એ છે કે જે રીતે ભારતમાં સંક્રમણ ફેલાયેલું છે. તેના કારણે તેઓ નથી ઈચ્છતા કે કેનેડામાં સંક્રમણ બેકાબૂ બને.

સંક્રમણ તોડવા લેવાયો નિર્ણય

કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલધાબરાએ એક વર્ચ્યુંઅલ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જાણકારી આપી કે આગામી થોડા દિવસો સુધી ભારતથી આવનારી બધીજ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથેજ પાકિસ્તાનથી આવતા મુસાફરો માટે પણ ત્યા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેથી તેમના ત્યા સંક્રમણ વધારે ન ફેલાય.

મોટા ભાગના મુસાફર પોઝિટીવ

તેમના કહેવા પ્રમાણે જે લોકો ભારતથી આવી રહ્યા છે. તે લોકોના મોટા ભાગે પોઝિટીવ રિપોર્ટ આવી રહ્યા છે. જેથી તેમણે આ ટ્રાફીકને રોકવા માટે નોટિસ પણ ઈશ્યું કરી કે જેથી કરીને તેઓ તેઓ સંક્રમણ ફેલાય તે પહેલાજ રોકી શકે.

પ્રોટોકલનું પાલન કરવું પડશે

ભારતથી આવતા મુસાફરો ઈન્ડાઈરેક્ટ રૂટથી કેનેડા આવી રહ્યા છે. જેથી તેમણે પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. અને જો તે નેગેટિવ આવશે પછીજ તેઓ બીજા કેનેડામાં આવી શકશે. સાથેજ તે લોકોએ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. ખાસ કરીને તેઓ જો પ્રોટોકોલનું પાલન કરશે તોજ તેઓ કેનેડામાં આવી શકશે.

રિપોર્ટ ના આવે ત્યા સુધી હોટલમાં રોકાવાનું

આ પ્રોટોકોલ પ્રમાણે તેમણે કોવિડ ટેસ્ટ કરવવાના રહેશે. સાથેજ જ્યા સુધી તેમના રિપોર્ટ ન આવે ત્યા સુધી તેમણે સરકારી ગાઈડલાઈન પ્રમાણે હોટલમાં રહેલું પડશે. ત્યાના આરોગ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રકિયાને કારણે તે મહામારી અંગેનો વધું ડેટા મેળવી શકશે. જોકે ભારતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઈને તેમણે દુખ પણ વ્યક્ત કર્યું હતું.

લોકોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે હાહાકાર સર્જાયો છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે. સાથેજ ભારત જેવા દેશમાં તો લોકો હવે સ્વૈચ્છાએ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. કારણકે મોટાભાગની હોસ્પિટલોમાં હવે બેડ ખૂટી રહ્યા છે. સાથેજ ઘણા બધા રાજ્યોમાંતો ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે.

Scroll to Top