કોરોના મહામારીને કારણે બોલીવૂડને મોટો ફટકો પડ્યો છે. કારણકે દર્શકો થિયટરોમાં સંક્રમણના ડરને કારણે ફિલ્મો જોવા માટે નતી જઈ શકતા. ત્યારે ઘણી બધી ફિલ્મો આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. સલમાન ખાનની ફિલ્મ રાધે પણ આ વર્ષે ઈદ પર થિયેટરોમા રિલીઝ થશે. સાથેજ તે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ રિલીઝ કરવામાં આવશે.
4 જૂને રિલીઝ ડેટ
અગાઉ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીએ થિયેટરમાંજ રિલીઝ કરવામાં આવશે. તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ વખથે 83 ફિલ્મના ડાયરેક્ટર કબિર ખાને પણ કહ્યું છે કે તેઓ તે ફિલ્મને પણ થિયેટરમાંજ રિલીઝ કરશે. આ ફિલ્મ 4 જૂનના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની હાલની પરિસ્થિતીને જોતા એવું કહી શકાય કે ફિલ્મ પોસ્ટપોન થઈ શકે છે.
થિયેટરમાંજ રિલીઝ કરાશે
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે ફિલ્મને 4 જૂને થિયેટરોમાં રિલીઝ કરવાની હતી. પરંતુ હાલની પરિસ્થીને જોઈને હજુ સુધી કઈ કન્ફર્મ નથી કરવામાં આવ્યું. જોકે એક વાત નક્કી છે. કે કોઈ પણ સંજોગોમાં ફિલ્મને થિયેટરમાંજ રિલીઝ કરવામાં આવશે. ગમે તેટલી રાહ જોવામાં આવે પરંતુ ફિલ્મ થિયેટરમાંજ રિલીઝ કરવામાં આવશે. તેવું તેમણે જણાવ્યું છે.
200 કરોડનું બજેટ
83 ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે. જેથી આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં 80 ટકા VFX વાપરવામાં આવ્યા છે. સાથેજ ફિલ્મમા અમુક નવા એક્સપરિમેન્ટ પણ કરવામાં આવ્યા છે. વર્લ્ડકપ વાળી મેચના અમુક સીન ઈગ્લેન્ડમાં શૂટ કરવામાં આવ્યા છે. જેથી ફિલ્મ બનાવા પાછળ ભારે ખર્ચો થયો છે. જેના કારણે ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.
ઓટીટી પ્લેટફોર્મ પર મોટી ફિલ્મો રિલીઝ થઈ
કોરોનાને કારણે આ વર્ષ ઘની ફિલ્મો થિયેટરની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. જેમા લક્ષ્મી, ગુલાબો સીતાબો, બીગ બુલ જેવી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી. તેના પાછળનું કારણ છે કે મેકર્સ દ્વારા આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે 83 ફિલ્મના મેકર્સ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા નથી માગતા.
ઈદ પર રાધે રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રાધે પણ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. સાથેજ તેને ઝી5 પર પણ લોકો જોઈ શકશે. આ ફિલ્મ પણ પોસ્ટપોન કરવામાં આવે તેવી સંભવના હતી. પરંતુ સલમાન ખાને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ આ ફિલ્મ ગત વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનને કારણે રિલીઝ ન થઈ શકી. આ વખતે પણ આ ફિલ્મ પોસ્ટપોન થાય તેવી સંભવના હતી. પરંતુ સલમાન ખાને આ ફિલ્મને હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો મૂડ બનાવી લીધો ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. સાથેજ 13 મેના રોજ આ ફિલ્મને લોકો જોઈ શકશે.