તું બહુ હોટ લાગે છે કહી જાહેરમાં કરી યુવતીની છેડતી, પછી યુવતીએ કઈક એવું કર્યું કે…

એક તરફ અમદાવાદમાં કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. તેમ છતા પણ શહેરમાં ગુનાખોરીથી વધીજ રહી છે. ખાસ કરીને શહેરમાં હંમેશા મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થતા હોય છે. ત્યારે વધુંમાં ફરી એક વાર શહેરમાં એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. જોકે જે યુવતીની છેડતી થઈ હતી તેની બહાદુરીને કારણે આજે આરોપીને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

જાહેરમાં છેડતી

સોલા વિસ્તારમાં રહેતી યુવતી છેડતીનો ભોગ બની હતી. જેમા યુવતી જ્યારે રસ્તા પરથી જઈ રહી હતી. ત્યારે એક કારચાલક તેની પાસે આવીને તેને એવું કહ્યું કે હોટ લાગી રહી છે. સાથેજ એવું પણ કહ્યું કે મસ્ત લાગી રહી છે. છેડતીખોર યુવકે તે સમયે તો યુવતીએ કશુ ન કર્યું પરંતુ તેણે ડર્યા વગર તેની કારનો પિછો કર્યો હતો.

યુવતીને ઈશારા કર્યા

યુવતી તેના ઘરેથી તેની બહોન સાથે બહાર ઘરની વસ્તુ લેવા માટે નીકળી હતી. તે સમયે છેડતીખોર યુવકની નજર તેની પર પડી હતી. તે રોડની સાઈડ પર ચાલી રહી હતી. તેજ સમયે યુવક ત્યા કાર લઈને આવ્યો. તેણે પહેલાતો કારનો કાચ નીચે કરીને તેને યુવતીને ઈશારાઓ કર્યા હતા. જેથી યુવતી સમજી ગઈ કે યુવક તેની છેડતી કરી રહ્યો છે. બાદમાં તેણે ગમે તેમ બોલ્યો પણ હતો.

યુવતીએ ગાડીનો પીછો કર્યો

પહેલા તેને એવું લાગ્યું કે કોઈ ઓળખીતું છે પરંતુ ગાડીમાં બેસેલા યુવકને જોયો ત્યારે તે આજાણી વ્યક્તિ હતી યુવકે તેને હોટ લાગે છે. તેવું તો કહ્યુંજ હતું સાથેજ તેને હાથ વડે ઈશારો પણ કર્યો હતો જેથી યુવતીએ તેની ગાડીની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો. સાથેજ તે તેની બહેન સાથે ગાડીની પાછળ પાછળ ગઈ હતી. જ્યા તેણે તેના ભાઈને ફોન કરીને બોલાવી લીધો.

યુવતીના ભાઈએ ઝડપી પાડ્યો

યુવક જ્યારે ગોતા પહોચ્યા ત્યારે તણે ગાડી રોકી હતી. પાછળ પાછળ યુવતી પણ પહોચી પણ તે યુવક તેને ક્યાય દેખાઈ નહોતો રહ્યો જેથી થોડીક વાર તેણે તેના ભાઈ બહેન સાથે તેની રાહ જોઈ. બાદમાં જ્યારે તે આવી રહ્યો હતો. ત્યારે .યુવતીએ તેના ભાઈને કહ્યું કે તે આજ યુવક છે. જેથી યુવતીના ભાઈએ તેને ઝડપી પાડ્યો. અને તેની કરતૂતને કારણે આજે આરોપીને જેલની ચાર દિવાલો મળી છે.

મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો

ઉલ્લેખનીય છે કે હવે શહેરમાં સ્ત્રીઓની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ અગાઉ શહેરમા એક પરિણીકા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હતી. બાદમાં હવસખોરોએ તેની હત્યા કરી નાખી હતી. તે સિવાય વાડડ વિસ્તાકમાં 12 વર્ષની સગીરા પણ દુષ્કર્મનો ભોગ બની હતી. ત્યારે વધતી જતી ગુનાખોરીને કારણે હવે લોકોમાં રોષનો માહોલ છે. સાથેજ મહિલાઓની સુરક્ષાને લઈને લોકો હવે ચીંતામાં મુકાઈ ગયા છે.

Scroll to Top