દેવું થઈ જતા નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો, સમગ્ર ઘટના સાંભળીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે

અવનવી ગુનાખોરી માટે સુરત પહેલાથી મોખરે છે. ત્યારે વધુંમાં અહીયા એક એવી ઘટના સામે આવી છે. જે સાંભળીને તમારા પણ રૂંવાટા ઉભા થઈ જશે. સુરતના ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી હાલતમાં એખ કાર મળી આવી હતી. જેમા એક વ્યક્તિ પણ બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસને પહેલાથી શંકા હતી કે આ કોઈ અકસ્માત નથી પરંતું કાવતરુ છે. અ તેમની શંકા પણ સાચી નીવડી હતી.

નિર્દોષની હત્યા

પોલીસે સમગ્ર મામલે તે કારના માલિકને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં સામે આવ્યું કે તેણેજ તેની કારને આગ લગાવી હચી. સાથેજ તેણે આ કાવતરામાં એક નિર્દોષની હત્યા પણ કરી હતી. પોલીસને પહેલાથી મામલે શંકા હતી. જેથી તેમણે તપાસ કરીતો કારનો માલિક કામરેજના વેલજા નજીકથી જીવતો મળી આવ્યો જેથી આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો.

વીમાની રકમ મેળવવા કાવતરુ રચ્યું

કાર માલિકની પોલીસે પુછપરછ કરી ત્યારે સામે આવ્યું કે તેનું લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જે ભરપાઈ કરવા માટે તેણે આ કાવતરુ રચ્યું હતું તેણે પોતાનો 60 લાખનો વીમો ઉતાર્યો હતો. જે વિમાની રકમ દ્વારા તે દેવું ભરપાઈ કરવા માગતો હતો. કાર લઈને તે પહેલા ગુમ થઈ ગયો હતો. સાથેજ તેમા ભાઈએ સરથાણા પોલીસમાં તેના ગુમ થયાવી ફરિયાદ નોંધાવી હતી.

અહપહરણ કરીને હત્યાને અંજામ આપ્યો

બાદમાં તેણે અંકલેશ્વરથી એક અજાણ્યા શખ્સનું અપહરણ કર્યુ જેમા તેણે તેના હાથ પગ બાંધી દીધા. અને કારમાં બેસાડી દીધો. બાદમાં તેઓ એક સૂમસામ ખેતરમાં તે શખ્સને કારમાં નાખીને લઈ ગયા હતા. જ્યા તેમણે પેટ્રોલ છાંટીને તે કારને સળગાવી દીધી. જેના કારણે તે અપહ્યત શખ્સનું પણ મોત થયું હતું. બાદમાં તે ત્યાથી ભાગી ગયો હતો. પરંતુ તે વધું સમય સુધી ફરાર ન રહી શક્યો. સાથેજ તેની કરતૂતને કારણે હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

ગુનાની કબૂલાત કરી

સમગ્ર મામલે પોલીસે એફએસએલની ટીમની મદદ લઈને તપાસ આરંભી હતી. સાથેજ પોલીસે આરોપીને તેની મોબાઈલ લોકેશનને આધારે ઝડપી પાડ્યો. પોલીસની કડક પૂછપરછમાં તેણે એવી કબૂલાત આપી કે તેણે સમગ્ર મામલે એખ નિર્દોષ વ્યક્તિની હત્યા કરી હતી. જેના તેણે તેનો વીમો પાસ કરવા માટે તે નિર્દોષને બલીએ ચઢાવી દીધો હતો હતો.

લોકોમાં ડરનો માહોલ

ઉલ્લેખનીય છે કે સુરતમાં  વધી રહેલી ગુનાખોરી હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ દિવસેને દિવસે હવે અહીયા હત્યા અને દુષ્કર્મ જેવા બનાવો વધી રહ્યા છે. જે સમાજ માટે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. જોકે વધતી જતી ગુનાખોરીને સામે સુરત પોલીસ પણ હવે એકશન મોડમાં આવી ગઈ છે. જોકે મહત્વનું છે કે સુરતમાં ખાસ હત્યાના છેલ્લા ઘણા સમયથી વધી ગયા છે.

Scroll to Top