એક તરફ રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેમ છતા પણ ગુનાખોરીના કેસ તો વધીજ રહ્યા છે ખાસ કરીને રાજકોટ દિવસેને દિવસે વધતી ગુનાખોરીએ એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે ત્યારે વધુમાં ફરી એક વાર અહીયા હનીટ્રેપનો એક કેસ સામે આવ્યો છે જેમા આરોપીઓએ એક ભોળા ખેડૂતને હનીટ્રેપની માયાજાળામાં ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે.
6 આરોપીઓની ધરપકડ
આરોપીઓએ પહેલા ખેડૂતને 9 દિવસ સુધી વાતોમાં ફસાવી રાખ્યો બાદમાં તેની પાસે અઢી લાખની માગણી માગી હતી ખેડૂક મોરબીના ટંકારા જીલ્લામાં રહીને ખેતી કામ કરે છે અને તેમની ફરિયાદને આધારે પોલીસે જ્યારે તપાસ આરંભી ત્યારે ચાર મહિલા સહિત પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
મહિલા રૂમમાં લઈ ગઈ
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર ખેડૂતને એક મહિલાએ ફોન કર્યો અને તે છેલ્લા 10 દિવસખી તેમની સાથે વાત કરતી હતી સાથેજ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે પણ તે દબાણ કરતી હતી બાદમં તે મહિલાએ ખેડૂતને રતનપર ગામ પાસે આવેલ રામમંદિર પાસે મળવા બોલાવ્યા બાદમાં તે મહિલા તેને એક રૂમમાંલઈ ગઈ હતી.
ખોટા કેસમાં ફસાવાની ધમકી
તે સમયે અચાનકથી ત્યા બીજા આરોપીઓ આવી ગયા સાથેજ તેમણે ફરિયાદીને ખોટી પોલીસની ઓળખ આપી અને કહ્યું તેઓ ખરાબ કામ કરવા માટે અહીયા આવ્યા છે જેથી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે સાથેજ તેમણે પોલીસ ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બાદમાં ખેડૂતને ગોંધી રાખીને તેઓ એક જગ્યાએ લઈ ગયા જ્યા તેની પાસેથી અઢી લાખની માંગણી કરી હતી.
દુષ્કર્મની ફરિયાદની ધમકી
સાથેજ એવું કહ્યુ કે જો રૂપિ નહી આપે તો તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવશે જોકે ખેડૂતે કહ્યું કે તેઓ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે જઈ રહ્યા છે પરંતુ તેઓ સીધા આજીડેમ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને તેઓ આરોપીઓ જ્યા હતા ત્યા પહોચી અને બધાજ આરોપીઓને ઝડપી પાડ્યા.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પહેલાથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે પેકી એક આરોપી સામે તો દુષ્કર્મનો ગુનો દાખલ થઈ ચુક્યો છે તે સિવાય એક મહિલા આરોપી સામે પણ મારામારી સહિતના ગુના દાખલ થઈ ચુક્યા છે સાથેજ અન્ય એક મહિલા સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.