વરયાળી અને આદુમાંથી બનતી ચા વીશે તમે ભાગ્યેજ સાંભળ્યું હશે આ ચા પિવાથી તમને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. સઆ સીવાય પણ જ્યારે આપણા કાચી વરયાળી ખાઈ તો તેનાથી પણ શરીરને ઘણા ફાયદાઓ મળતા હોય છે ખાસ કરીને મોટા ભાગે લોકો મુખવાસમાં કાચી વરીયાળી ખાવાનું પસંદ કરે છે જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે વરયાળીની ચા પિવાથી પણ આપણાને ઘણા ફાયદાઓ થતા હોય છે.
કેવી રીતે બનાવશો
એક કપ ગરમ પાણીમાં થોડીક વરયાળી નાખજો. આ વરીયાળીને તમે 5 મીનીટ સુધી અંદર રાખીને તેને તમે ઢાકી મુકજો એવા કરવાથી વરયાળીમાં રહેલા પોષકત્તવો તે પાણીમાં મીકસ થઈ જશે આ પાણીને ગાળીને તમે દિવસમાં બે વખત તેને પી શકો છો પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વરીયાળીને પાણીમાં નાખીને તે પાણીને તમે ન ઉકાળતા નહી તો બધાજ પોષક તત્વો નાશ પામી જશે.
વજન ઘટશે
વરીયાળામાં ફાયબર મોટા પ્રમાણમાં હોય છે. જેના કારણે તમારું પેટ પણ લાંબા સમય સધુ ભરેલું રહેશે વરીયાળીની ચા પીશો તો તમારે કોઈ ડાયટીંગ કરવાની પણ જરૂર નહી પણે કારણે તેના કારણે શરીરમાં રહેલી કેલરી પણ બર્ન થાય છે. જેથી ધીમે ધીમે તમારા વજનમાં તમને ઘટાડો જોવા મળશે.
પાચનતંત્ર મજબૂત થશે
વરયાળીની ચા પીવાથી શરીરમાં ગેસ એસીડીટી જેવી ગંભીર સમસ્યાઓથી તમને રાહત મળી રહેશે. સાથેજ તમારુ પાચન તંત્ર પણ મજબૂત થશે કારણકે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર રહેલું હોય છે સાથેજ વરીયાળી આપણી જઠરાગ્ની પણ શાંત રાખતી હોય છે.
બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખશે
પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખતું હોય છે. જેથી વરીયાળીની ચા પીવાથી પણ તમારું બ્લડપ્રેશર હંમેશા કંટ્રોલમાં રહેશે માટે જે પણ દર્દીઓને બ્લડપ્રેશરની બિમારી છે તે લોકોએ વરયાળીની ચા પીવી જોઈએ જેથી કરીને તેમને પણ રાહત મળી રહેશે.
લોહી સાફ રાખશે
વરીયાળીની ચા પીવાથી શરીરમાં જમા થયેલો ટોક્સિન એટલેકે વિષાક્ત પદાર્થો દૂર રહેતા હોય છે. જેના કારણે તમારુ લોહી પણ સાફ રહેતું હોય છે એ સવાય તેમા ફાયબર અને ઈસેંશિયલ ઓઈલ પણ રહેલું હોય છે. જેના કારણે આપણું લોહી સાફ રહેતું હોય છે જેથી ગંભીર બિમારીઓ સામે આપણાને રક્ષમ મળી રહે છે.
સોજાની સમસ્યાથી રાહત
વરયાળીમાં એંટિઓક્ટિડેંટ તત્વો રહેલા હોય છે. જેથી વરયાળીમાંથી બનેલી ચા જો તમે પીશો તો તમારા શરીરમાં રહેલા સોજા પણ ઓછા થશે જેના કારણે આપણાને ઘણી રાહત મળી રહેતી હોય છે માટે જો તમને પણ શરીર પર સોજા ચડી જવાની સમસ્યા છે તો આજેજ તમે વરયાળીની ચા પીવાનું શરૂ કરો જેથી તમને રાહત મળી રહેશે.