પીપીઈ કીટ પહેરીને ચોર હોસ્પિટલમાં ઘુસ્યો, દર્દીઓના મોબાઈલ ચોરતો સીસીટવીમાં થયો કેદ

એક તરફ હોસ્પિટલોમાં તારાજી સર્જાઈ છે કોરોનાને કારણે દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા ત્યારે આવા સમયે સુરતનાં એક વિચીત્ર બનાવ સામે આવ્યો છે અહીયા હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે જ્યા દર્દીઓના મોબાઈલ ચોરાઈ ગયા જોકે પોલીસે સમગ્ર મામલે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે પોલીસ પણ વિચારમાં મુકાઈ ગઈ હતી.

પોલીસે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે સામે આવ્યું કે ચોર પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ચોરી કરવા પ્રવેશ્યો હતો તે દર્દીઓની નજર ચુકવીને ચોરી કરી રહ્યો હતો જોકે આ મામલે ખટોદરા પોલીસે તે ચોરની ધરપકડ પણ કરી લીધી છે, સાથેજ તેની પાસેથી પોલીસે 5 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે જે દર્દીઓને પરત આપી દેવામાં આવ્યા છે.

અવનવી ગુનાખોરી માટે સુરત પહેલાથી પ્રખ્યાત છે કોરોના મહામારી ચાલી રહી છે તેમ છતા પણ અહીયા ગુનાખોરી તો અટકતી નથીજ તેવામાં શહરેના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો અહીયા છેલ્લા કેટલાક સમયથી દર્દીઓના દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરીની ઘટના સતત સામે આવતી હતી.

અનેક ફરિયાદો મળતા ખટોદરા પોલીસે તપાસ આરંભી અને તેમણે ચોરને ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર કેસનો ઉકેલ સીસીટીવી દ્વારા લાવ્યો છે જોકે પોલીસે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે જે શખ્સ ચોરીને અંજામ આપતો હતો તે પીપીઈ કીટ પહેરીને ચોરીને અંજામ આફી રહ્યો છે સાથેજ તે સીસીટીવીમાં પણ કેદ થયો ત્યારે પોલીસને ખબર પડી હતી.

આરોપી હોસ્પિટલમાં ઘુસીને દર્દીઓના મોબાઈલ તેમજ તેમના દાગીના ચોરી લેકો હતો પોલીસે તેની તપાસ કરી ત્યારે સામે આવ્યું કે અગાઉ પણ તે ચોરીના ગુનામાં ઝડપાઈ ચુકયો છે સીસીટીવીના આધારે પોલીસે તપાસ આરંભી અને તે ચોર સુધી પહોચી હતી સાથેજ તેની પાસેથી પોલીસને 5 મોબાઈલ તેમજ 21 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આરોપી પીપીઈ કીટ પહેરીને કોરોનાના દર્દીઓના વોર્ડમાં ઘુસતો હતો દર્દીઓ સુતા હોય ત્યારે તે તેમની નજર ચુકવીને તેમના મોબાઈલ લઈ લેતો હતો બાદમાં તે પીપીઈ કીટની ચેઈન ખોલીને તેમા મોબાઈલ અને દાગીના નાખી દેતો હતો જોકે તેની આ કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગમવાનો વારો આવ્યો છે.

Scroll to Top