લગ્ન બાદ જાણ થઈ કે પતિ પહેલાથી પરિણીત છે, ઝઘડો થતા પતિએ કર્યું કઈક એવું કે…

અમદાવાદમાં દિવસેને દિવસે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે વધુંમાં એક યુવતીએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેણે એવું કહ્યું છે કે તેનો પતિ પહેલાથી પરિણીતી હતો તેમ છતા તેણે તેની સાથે લગ્ન કર્યા લગ્ન બાદ તેને જાણ થઈ હતી કે પહેલાથી પરિણીત સાથેજ તેના બે બાળકો પણ છે જેથી તે અલગ રહેવા લાગી હતી.

બાદમાં યુવતીએ તેની સાથે છુટાછેડા લઈ લીધા હતા પરંતુ તેનો પૂર્વ પતિ તે જ્યા રહેતી હતી ત્યા અવાર નવાર આવીને તેને હેરાન કરતો હતો હદ તો ત્યારે વટી ગઈ કે તે તેને બાઈક પર બળજબરીથી બેસાડીને એક અવાવરુ જગ્યાએ લઈ ગયો જ્યા તેણે તેની પર જ્વલનશીલ પ્રવાહી પણ છાટી દીધું જેના કારણે યુવતી ગંભીર રીતે દાઝી ગઈ.

છેલ્લે કંટાળીને યુવતીએ તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી જેથી પોલીસે પણ આ મામલે તેના સામે ગુનો નોંધ્યો છે મહિલા હાલ સોલા વિસ્તારમાં એક પીજીમાં રહે છે બે વર્ષ અગાઉ તે તેના પિતાના ઘરે રહેતી હતી લાઈબ્રેરીમાં જ્યારે તે અભ્યાસ કરવા જતી હતી. ત્યારે તીને પૂર્વ પતિ સાથે મિત્રતા થઈ જે પ્રેમમાં ફેરવાઈ અને બંનેએ લગ્ન કરી લીધા.

યુવકે તેને કહ્યું તેના લગ્ન તેના ઘરના સભ્યો નહી સ્વિકારે જેથી તેમણે કોર્ટમાં લગ્ન કરી લીધા. બીજી તરફ મહિલાના ઘરન સભ્યોએ પણ તેની સાથે બધા સંબંધો તોડી કાઢ્યા હતા જોકે મહિલાને બાદમાં જાણ થઈ કે તેનો પતિ પહેલાથી પરિણીત છે સાથેજ તેના બે બાળકો પણ છે જેથી મહિલા તેના માતા પિતાના ઘેર રહેવા જતી રહી હતી.

જોકે બાદમાં અવાર નવાર તે તેને હેરાન કરતો હતો જેથી તે મહિલા પણ તેનું પિયર છોડીને પીજીમાં રહેવા જતી રહી હતી તે સમયે પૂર્વ પતિ તેની જોડે માથાકૂટ કરવા આવતો હતોય ત્યારે એક દિવસ તે મહિલાને બેસાડીને એક અવાવરુ જગ્યાએ લઈ ગયો જ્યા બોલાચાલીમાં ઉશ્કેરાઈને તેણે જ્વલનશીલ પ્રવાહી મહિલાના ચહેરા પર નાખી દીધું.

મહિલાના ચહેરા પર તેમજ તેના હાથ પર તે પ્રવાહી પડ્યું જેના કારણે તેને બળતરા થવા લાગ્યા માટે તેણે બૂમાબૂમ કરવા લાગી. જેથી તેનો પૂર્વ પતિ ત્યાથી બાઈલ લઈને ભાગી ગયો, જોકે મહિલાએ તે સમયે પોલીસને જાણ કરી જેથી સમગ્ર મામલે પોલીસે તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધીને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથેજ ફરાર પતીને પણ પોલીસ શોધી રહી છે.

Scroll to Top