અપહરણના ચાર દિવસ બાદ મળ્યો એલજેપી નેતાનો મૃતદેહ, 10 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ નેતાની કરી હત્યા

બિહારના પૂર્ણિયામાં લોક જનશક્તિ પાર્ટીના નેતાનું ગુરુવારના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. ચાર દિવસ એટલે કે રવિવારે પોલીસે કુત્યાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ડંબરાહા ગામમાંથી નેતાનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

29 એપ્રિલના રોજ અનિલ ઉરાંવનું અપહરણ કરવામાં આવ્યું હતું

બતાવવામાં આવી રહ્યું છે કે, લોક જનશક્તિ પાર્ટીના નેતા અનિલ ઉરાંવનું 29 એપ્રિલના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનિલ ઉરાંવના પરિવારે પણ અપહરણકારોની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પરિવારે પોલીસને કહ્યું હતું કે, અપહરણકારોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અપહરણકારો દ્વારા માંગવામાં આવેલ પૈસાને આપવામાં માટે પરિવારની સાથે પોલીસ પણ ગઈ હતી. તેમ છતાં અપહરણકારો પોલીસની ચકમો આપી ભાગી ગયા હતા. તેની સાથે અપહરણકારોએ પૈસા પણ પડાવી નેતા અનિલ ઉરાંવની હત્યા પણ કરી દીધી હતી. જ્યારે આ દરમિયાન પોલીસ કઇંપણ કરી શકી નહોતી.

આર.એન.સાહુ ચોક ખાતે પરિવારના સભ્યોએ હોબાળો મચ્યો

પોસ્ટમોર્ટમ કર્યા બાદ નેતાની લાશ પરિવારને સોંપી દેવામાં આવી હતી. ત્યાર બાદ રોષે ભરાયેલા પરિવારે આરએન સાહુ ચોક પર હંગામો કર્યો અને પૂર્ણીયા શહેરમાં અફરાતફરીનો માહોલ ઉભો કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે અનિલ ઉરાંવ વર્ષ 2015 અને 2020 માં કટિહારના નિહારી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે હારી ગયા હતા.

Scroll to Top