વિચિત્ર ઘટના: દિલ્લીમાં એમ્બ્યુલન્સે ચાર કિલોમીટરના લીધા 10 હજાર રૂપિયા

કોરોનાની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવી દીધો છે. હોસ્પિટલમાં ના તો કોઈ બેડ ખાલી છે ના તો કોઈને ઓક્સિજન મળી રહ્યું છે. દર્દીઓને હોસ્પિટલ કેટલાકમાં સુધી જવા માટે એમ્બુલેન્સની મદદ લેવી પડી રહી છે. મહામારીના આ સમયગાળામાં જે લોકોને એક-બીજાની મદદ કરવી જોઈએ, ત્યારે આવા સમયમાં કેટલાક લોકોએ તેમાં પૈસા કમાવવાનો રસ્તો બનાવી લીધો છે. કોરોનાના ગંભીર દર્દીની મદદના નામે એક એમ્બ્યુલન્સ સંચાલકે જે કર્યું છે તેન જોયા બાદ તમને પણ ગુસ્સો આવી શકે છે.

આઇપીએસ અધિકારી અરુણ બોથરાએ દેશને અંચબામાં મૂકી દે તેવી એક તસ્વીર શેર કરી છે. વાસ્તવમાં આ તસ્વીર એક એમ્બ્યુલન્સ બિલ ની છે. આ બિલની તસ્વીર શેર કરવાની સાથે તેમને લખ્યું છે કે, દિલ્લીમાં 4 કિલોમીટર માટે 10,000 રૂપિયા એમ્બ્યુલન્સનું ભાડું ચુકવવામાં આવ્યું છે. હવે DK Ambulance Service નું આ બિલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે.

આઇપીએસ અધિકારીઓ અરુણ બોથરાના બિલ ફોટો શેર કર્યા બાદ ઘણા યૂઝસે પણ પોતાનું દુઃખ જાહેર કર્યું છે. એક યુઝર્સે જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન કેવી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે.

તેમને લખ્યું છે કે, તેમના પડોશીના મૃતદેહને 5 કિલોમીટર દૂર સ્મશાન ઘાટમાં લઇ જવા માટે 22 હજાર રૂપિયા સુધી માંગવામાં આવ્યા હતા. એવા અંદાજો લગાવી શકો છે કે, કેટલાક લોકો કોરોનાનો લાભ કેવી રીતે ઉઠાવી રહયા છે.

Scroll to Top