જર્મનીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું મોટું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. તેને વિશ્વના સૌથી મોટા ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ડાર્કનેટ પ્લેટફોર્મમાં શામેલ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આ પ્લેટફોર્મ પર 4 લાખથી વધુ લોકો નોંધાયેલા હતા. જે આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરતા હતા. જર્મન પ્રશાસનનું કહેવું છે કે આ પ્લેટફોર્મ વિશ્વનું પ્રમુખ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મ હતું અને વર્ષ 2019 થી તે એક્ટિવ હતું. આ પ્લેટફોર્મ પર પીડોફિલ્સ ચાઇલ્ડ પોર્ન શેર કરતા હતા અને લોકો તેને જોતા હતા.
જર્મની ની એક પોલીસ ટાસ્ક ફોર્સ છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્લેટફોર્મની તપાસ કરી રહી હતી. તે આ પ્લેટફોર્મના સ્થાપકો અને યુઝર પર પણ સખત નજર રાખી રહી હતી. જર્મન પોલીસે આ મામલે હૉલૈંડ, સ્વીડન, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાના કાયદા પ્રશાસન અને યુરોપોલ ની મદદ પણ લીધી હતી.
મહત્વપૂર્ણ છે કે, એપ્રિલ મહિનામાં રેડ પડ્યા પછી જ તે ઑનલાઇન પ્લેટફોર્મ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ત્રણ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણ મુખ્ય આરોપીઓમાં એક 40 વર્ષનો છે. જે પેડરબોર્નનો રહેવાસી છે. આ ઉપરાંત એક 49 વર્ષીનો છે, જે મ્યુનિખમાં રહે છે. આ સિવાય એક 58 વર્ષનો છે. આ વ્યક્તિનો જન્મ જર્મનીમાં થયો છે પરંતુ તે ઘણાં વર્ષોથી પેરાગ્વેમાં રહી રહ્યો હતો.
આ ત્રણેય લોકો પર આરોપ છે કે આ ત્રણે વ્યકતિ આ વેબસાઇટના એડમિન તરીકે કામ કરી રહ્યા હતા અને તે આ પ્લેટફોર્મના સભ્યોને સલાહ આપતા હતા કે ગેરકાયદેસર ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ઉપયોગ કરવાથી કેવી રીતે કાનૂની કાર્યવાહી થી બચી શકાય. આ ઉપરાંત ચોથો આરોપી 64 વર્ષનો છે જે હેમ્બર્ગનો રહેવાસી છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તે આ પ્લેટફોર્મ પર સૌથી વધુ એક્ટિવ યુઝર માંથી એક હતો અને તેને આ પ્લેટફોર્મ પર 3500 થી વધુ પોસ્ટ્સ અપલોડ કરી હતી. આ વ્યક્તિને પૈરાગ્વેમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે જર્મન પ્રશાસન આ વ્યક્તિને પૈરાગ્વેથી પાછા જર્મની લાવવા માંગે છે.
જર્મનીના ઉચ્ચ સુરક્ષા અધિકારીએ આ મિશનની સફળતા બદલ પ્રશાસનને અભિનંદન આપ્યા છે. આ મામલે જર્મનીના ગૃહપ્રધાન હોર્સ્ટ સીહોફરએ કહ્યું કે હમારી હંમેશાં કોશિશ રહે છે કે બાળકો સામેના આવા ઘૃણાસ્પદ ગુનાઓથી તેમને બચાવી શકાય. આ તપાસથી સ્પષ્ટ છે કે જે લોકો બાળકોનું શોષણ કરે છે, તેઓ કોઈ પણ સંજોગોમાં બચી શકતા નથી.