તમને આ વાત જાણીને આશ્ચર્ય લાગતું હશે, કે આજના જમાના માં શું આવું બની શકે છે. પરંતુ આ વાત સાચી છે. દુનિયામાં એવી ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં અજીબોગરીબ વસ્તુઓ જોવા મળી જાય છે જેના વિશે આપણે ક્યારેય વિચારી પણ નથી શકતા. ત્યારે દુનિયામાં એક એવું જ એક ગામ છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જેના વિશે જાણીને તમે જરૂરથી ચોંકી જશો.
શું તમે એવી કોઈ જગ્યા વિશે જાણો છો કે જ્યાં બધા જ લોકો શરીર પર કપડા પહેર્યા વગર રહેતા હોય. તો હા એવું પણ છે એક ગામ જ્યાં ગામના બધા જ લોકો કપડાં પહેર્યા વગર ફરે છે. જો કે અહીં એવું નથી કે ત્યાંના લોકો ગરીબ છે અને તેમની પાસે કોઈ પહેરવાના કપડાં મળતા નથી. પરંતુ આ ઘણા વર્ષો થી ચાલતી આવતી એક જૂની પરંપરા છે. જેના કારણે અહીં ગામના બધા જ લોકો નગ્ન અવસ્થામાં ફરે છે.
અહીં અમે જે ગામ વિશે વાત કરી રહ્યા છે તે બ્રિટનનું એક સિક્રેટ નામનું ગામ(Britain’s Secret Nudist Village) છે જ્યાં લોકો ઘણા વર્ષોથી જ કપડાં પહેર્યા વગર જ રહે છે. જો કે અહીં આ ગામમાં લોકો પાસે મૂળભૂત બધી જ સુવિધાઓ છે તેમની પાસે આ સુવિધાઓની કોઈ જ કમી નથી. પરંતુ અહીંના લોકો વર્ષો જૂની પરંપરાઓમાં માને છે જેના કારણે જ અહીંના બધા જ લોકો કપડાં વગર રહે છે.
મિરર ડોટ કોમના એક અહેવાલ મુજબ હર્ટફોર્ડશાયરના સ્પીલપ્લાટ્સ (Spielplatz) ગામમાં માત્ર બાળકો જ નહીં પરંતુ નાનાથી લઈને બધા જ મોટા લોકો જે કપડાં પહેર્યા વગર જ રહે છે.
જો કે દુનિયાભરમાં લોકો આ ગામ પર અનેક ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મો પણ બનાવી ચૂક્યા છે. જેના કારણે પણ તે એક ચર્ચાનો વિષય બન્યું છે. અહીં ગામના પાડોશી, પોસ્ટમેન અને સુપરમાર્કેટ ડિલિવરી કરવા માટે લોકો હંમેશા અહીં આવતા જતા રહેતા હોય છે. આ ગામનું નામ સ્પીલપ્લાટ્સ છે જેનો અર્થ થાય છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન.
હર્ટફોર્ડશાયરનું આ અજુગતી માન્યતા માનવા વાળું આ ગામ બ્રિટનની સૌથી જૂની કોલોનીઓમાંથી એક છે. આ ગામમાં બધી જ સુવિધાઓ છે. જેમ કે અહીં માત્ર સારા મકાનો જ નહિ પરંતુ ગામમાં મોટા શાનદાર સ્વિમિંગ પુલ પણ છે જેનો લોકો આનંદ માને છે. આ ઉપરાંત અહીં ગામમાં લોકો માટે બીયર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જે દરેક જગ્યાએ તમને લોકો કપડાં વગર જ જોવા મળશે. આ ગામમાં લોકો છેલ્લા 90 કરતા વધુ વર્ષોથી લોકો કપડાં પહેર્યા વગર નગ્ન અવસ્થામાં જ રહે છે.