આજકાલ ભાગદોડ વાળી જીંદગીમાં આપણે શરીર પ્રત્યે વધારે ધ્યાન નથી આપી શકતા જેના કારણે આગળ જતા આપણાને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વજન જો આપણે ઉતારવા માગીએ તો પણ પછી આપણે વજન ઉતારી નથી શકતા. પરંતુ આજે અમે તમને એક એવી યુવતી વીશે વાત કરવા જઈ રહ્યા છે જેણે 28 કિલો વજન 9 મહિનામાં ઉતાર્યું છે.
વાત છે મુદિતા યાદવની જેણે પોતાની જાતને ફીટ રાખવા માટે એટલી મહેનત કરી આજે તે ઘણી સુંદર દેખાય છે. તેણે જે ફિગર બનાવ્યું છે તેની તેણે કલ્પના પણ નહોતી કરી, તેણે સમય કાઢીને વર્કઆઉટ અને રનિંગ કરવાનું શરૂ કર્યું. 38 વર્ષની મુદિતા હાલ એટલી ફિટ થઈ ગઈ છે. તેને જોઈને બધાજ હોશ ઉડી જાય છે. સાથેજ તે અત્યારે 25 વર્ષની લાગે છે.
મુદિતાએ કહ્યું કે જ્યારે તેણે વજન ઉતારવાની શરૂઆત કરી ત્યારે શરૂઆતના દિવસો તેના માટે ઘણા હાર્ડ રહ્યા હતા. પરંતુ તેણે મહેનત કરીને પોતાની કમરની સાઈઝ પણ ઘટાડી આજે તેણે પોતાની કંમર 36ની જગ્યાએ 28ની કરી નાખી છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે. તેમ છતા તેઓ વજન ઓછું નથી કરી શકતા તેમના માટે મુદીતા એક પ્રેરણા કહી શકાય.
મુદીતાનો ડાયર પ્લાન પણ ઘણો સરળ છે. જેને કોઈ અનુસરી શકે છે. જ્યારે મુદિતા લંડનમાં હતી. ત્યારે તેનું વજન ઘણું વધી ગયું હતું. કારણકે લંડનમાં ઠંડી વધારે હોવાને કારણે તે ત્યાજ રહેતી હતી. સાથેજ તેનું વજન પણ 80 કિલો જેટલું થઈ ગયું જેથી તેણે વજન ઘટાડવાનો વિચાર કર્યો. તેણે શરૂઆતમાં 2 થી 3 કિલો વજન ઉતાર્યું ત્યારે તેની હિંમત વધી અને બાદમાં તેણે ધીરે ધીરે રનિંગ શરૂ કર્યું.
જોકે મુદિતા વર્કઆઉટની સાથે ડાયટ પ્લાન પણ ફોલો કરતી હતી. જેમા તે પાલક અથવા બીટનો રસ બ્લૂબેરી સાથેજ ઈંડા ખાવાનું રાખતી હતી. બપોરના જમવામાં તે ગ્રીન વેજીટેબલ અને ચીકન ખાતી હતી. અને રાત્રીના ભોજનમાં તે ફિશ સાથે બ્રાઉન રાઈસ પણ ખાતી હતી.
મુદિતાનું મોટિવેશન જ્યારે ડાઉન થતું ત્યારે તે ફેસબુક પર પોતાને 100 દિવસની ચેલેન્જ આપતી હતી. સાથેજ તે જંક ફુડ અને આલ્કોહોલ જેવી વસ્તુઓ અડવાની બંધ કરી દેતી હતી, તેણે બીજા લોકોને પણ તેની ચેલેન્જ સાથે જોડાવા કહ્યું જેથી તેની જવાબદારી વધી ગઈ. સોશિયલ મીડિયા પર તેણે સીસ્ટરહુડ નામથી હેશટેગ શરૂ કર્યું હતું.
જેમાં તે પોતાના ડાયટ પ્લામ ફ્રી ઓફ કોસ્ટ રાખીને મહિલાઓ સાથે શેર કરતી હતી. તે બધીજ વસ્તુઓ ફેમસ થવા માટે નહી પરંતુ મહિલાઓ ફીટ રહે તેના માટે કરતી હતી.
મુદિતાનું માનીયે તો ફિટ રહેવા માટે જીવનમાં શિષ્ત જરૂરી છે. જો શિષ્ત બંધ તમે નહી રહો તો તમે ફીટ પણ નહી રહી શકો. સાથેજ અન્ય લોકોની નજરમાં તમે ઈજ્જત પણ નહી બનાવી શકો. મહિલાઓની ફિટનેસને લઈને પણ તેણે કહ્યું કે કામના ચક્કરમાં ફિટનેસને નજરઅંદાજ ન કરવી જોઈએ. ઉપરાંત તેનું માનવું છે કે મહિલાઓએ તેમના બાળકોને પણ ફીટ રાખવા જોઈએ.