ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા કોરોના સામેની જંગમાં લોકોને મદદ કરવા માટે પૈસા એકઠા કરી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ કોહલી ભંડોળ એકઠું કરવા એક અભિયાન ચલાવી રહ્યા છે અને જે રકમ એમ કત્રિત કરવામાં આવી રહી છે તે એસીટી ગ્રાન્ટમાં જશે.
એસીટી ગ્રાન્ટ્સ ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ પ્રદાન કરવાના ક્ષેત્રમાં કામ કરે છે. વિરાટ-અનુષ્કાએ સાત દિવસીય અભિયાન માટે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જેના હેઠળ સાત કરોડ રૂપિયા એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. આ દરમિયાન, વિરાટ કોહલીએ જાણકારી આપી છે કે, છેલ્લા 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે.
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું છે કે, “છેલ્લા 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ! ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરતા રહો અને દેશની મદદ કરો. તમારો આભાર.”
આ અગાઉ વિરાટ કોહલીએ શુક્રવારના એક વીડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું કે, ‘આપણો દેશ આ અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશને આપણા બધાનું એકઝુટ થવું અને વધુથી વધુ લોકોના જીવ બચાવવાની જરૂરત છે. છેલ્લા એક વર્ષથી લોકોની વેદના જોઈને મને અને અનુષ્કાને ખુબ દુઃખ છે .” વિરાટ કોહલીએ કહ્યું છે કે, તેમણે અને તેમની પત્નીએ વાયરસ સામેની જંગમાં વધુથી વધુ લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે, “અમે વધુથી વધુ લોકોને મદદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. ભારતને અત્યારે અમારી સૌથી વધુ મદદની જરૂર છે. અમે જરૂરિયાતમંદ લોકો માટે પૂરતા પૈસા એકત્રિત કરી શકીએ તે માટે આ જવાબદારી ઉઠાવી છે. અમારું માનવું છે કે, લોકો તેમના દેશવાસીઓની મદદ કરવા આગળ આવશે. આપણે એકઝુટ છીએ અને આપણે તેને પાર કરવામાં સફળ રહીશું. અનુષ્કાએ ચાહકોને દાન આપવાનો આગ્રહ કરતા જણાવ્યું છે કે, “પ્રત્યેક નાના પ્રયાસથી ફર્ક પડે છે..આપણે એકસાથે તેનો મુકાબલો કરીશું.”