દિલ્લીમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ હવે પ્રતિદિવસ વધી રહ્યો છે. દિલ્લી માટે આ એક સારા સમાચારની વાત છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, મૃત્યુઆંક નીચે આવી રહ્યો નથી. દરરોજ મોટી સંખ્યામાં કોરોના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહયા છે.
શનિવારે પણ, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 332 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે, પોઝિટિવ દર્દીઓની સરખામણીમાં સાજા થનારની સંખ્યા વધુ રેકોર્ડ કરવામાં આવી છે.
દિલ્હી સરકારના હેલ્થ બુલેટિનના મુજબ, શનિવારના 17,364 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જયારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 20,160 રેકોર્ડ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ પણ શનિવારના 23.34% રેકોર્ડ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 74,384 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં રિકવરી રેટ સારો હોવાથી દિલ્લીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 87,907 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાથી થનાર મોતોની સંખ્યા વધીને 19,071 પહોંચી ગઈ છે. તેના કારણે દિલ્લીમાં મૃત્યુઆંક વધીને 1.46 ટકા થઈ ગયો છે.
જ્યારે, સમગ્ર પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો આ દિલ્લીમાં વધીને 7.38 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીના સમગ્ર પોઝિટિવ કેસની વાત કરીએ તો આ 13,10,231 ને પાર થઈ ગયો છે. જ્યારે સાજા થનારની સંખ્યા પણ 12,03,253 થઈ ગઈ છે.
હોમ આઇસોલેશનમાં ઘટીને 49,865 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 74,834 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. અત્યાર સુધી કુલ 1,77,51,509 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.