આજે વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. અત્યારે કોરોનાની દહેશત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ડોક્ટર્સે સાબુ કે સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી છે. જેને લઈને નાગરિકો સાવચેતી સાથે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશનો વપરાશ કરી રહ્યા છે. તેથી સેનેટાઈઝર્સની માંગ અનેક ઘણી વધી ગઈ છે. ત્યારે કેટલાક લોકો માનવતાથી વધુ રૂપિયા સાથે પ્રેમ કરે છે. જે રૂપિયા કમાવવા માટે લોકોના જીવ સાથે પણ ચેડા કરી રહ્યાં છે. તો કેટલાક નફાખોરો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ત્યારે પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાંચ પોલીસે નકલી બનાવટી સેનિટાઇઝર બનાવતા 2 લોકોની અમરોલીના મોટા વરાછામાંથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ એએસઆઈ જનાર્દન અને હેડ કોન્સ્ટેબલ યોગેશને સૂચના મળી હતી કે, જીગર જસવંત ભલાલા નામનો વ્યક્તિ તેના સાથી નરેશ ડાભી સાથે મળીને અમરોલીમાં મોટા વરાછા રંગબાડી ફાર્મ હાઉસ ગોડાઉન બનાવીને બનાવટી સેનિટાઇઝર બનાવી રહ્યા હતા.
આ પછી, સેનિટાઇઝર 5 લિટરના કેનમાં ભરીને બ્લુ સ્કાય હેન્ડ સેનિટાઈઝર અને કેયરફુલ હેન્ડ રબ સેનિટાઈઝર ના નામે થી બજારમાં વેચી રહ્યા હતા. જો કે આ ગોડાઉનમાં નકલી સેનિટાઈઝર બનાવવાનું કામ પણ ચાલી રહ્યું હતું. જે બાદ પોલીસે તે ફેક્ટરીમાં દરોડા પાડીને જીગર અને નરેશની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 12000 લિટર મિથાઇલ આલ્કોહોલ અને 900 લિટર હેન્ડ સેનિટાઈઝર અને અન્ય સામગ્રી મળીને 7.93 લાખ રૂપિયાનો માલ જપ્ત કરી લીધો છે.
નાગરિકોને ગુણવત્તાયુક્ત હેન્ડ સેનિટાઈઝર તથા હેન્ડ વોશ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોપીઓની પૂછપરછ કરવા પર તેઓએ જણાવ્યું હતું કે, મિથાઇલ અંકુર વેકરીયા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. રંગબાડી ફાર્મ હાઉસના ગોડાઉનમાં મિથાઈલમાં પાણી અને ફૂડ કલર અને પરફ્યુમનો જથ્થો મિલાવીને 5 લિટર કેનમાં પેક કરીને વેચતા હતા. એક ડબ્બો 130 રૂપિયામાં બજારમાં વેચવામાં આવતો હતો.