વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, કારણ કે યુનિવર્સિટીએ સતત બે વાર ઑનલાઇન પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં યુનિવર્સિટી સફળ થઈ શકી નહિ. આ કારણે હવે ત્રીજી વખત ઑનલાઇન પરીક્ષા લેવાની છે કે નહિ અથવા તો કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવાની છે.
આ માટે વાઇસ ચાન્સેલર કિશોર ચાવડાએ આવતા અઠવાડિયે જુદા જુદા વિભાગના પ્રોફેસરો સાથે બેઠક બોલાવી છે. યુનિવર્સિટીનું માનવું છે કે જો લાંબા સમય સુધી ઑફલાઇન પરીક્ષા લેવામાં આવી શકે તેમ નથી, તો યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિ ઘણી પાછળ જતી રહેશે. જેના કારણે પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ગડબડી થશે, તેથી તેને સુધારવા માટે યુનિવર્સિટી ફરી એકવાર ઑનલાઈન પરીક્ષા લેવાનું વિચારી રહી છે.
સમસ્યા એ છે કે યુનિવર્સિટી પાસે ટેક્નિકલ સંસાધનો હાજર નથી અને કરોડો રૂપિયા ખર્ચ કરીને લગાવવામાં આવેલ વાઇફાઇ અને વિદ્યાર્થીઓને વહેંચવામાં આવેલ ટેબ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે યુનિવર્સિટીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું અધૂરું રહી ગયું છે. અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ટેબ્લેટનો પણ પૂરેપૂરો ઉપયોગ થઇ રહ્યો નથી.
યુનિવર્સિટીમાં દર વર્ષે રાજ્ય સરકાર તરફથી ગ્રેજ્યુએશન થયાના પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને 1000 રૂપિયા લઈને નમો ટેબ્લેટ આપવામાં આવે છે. સરકારની આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ ઑનલાઇન અભ્યાસ કરશે અને શિક્ષણને ડિજિટલ તરફ લઈ જઈ જશે.
નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાત (કેસીજી) મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાસેથી એક હજાર રૂપિયા લીધા બાદ એક ટેબ્લેટ આપવામાં આવે છે. તેની કિંમત લગભગ 8000 રૂપિયા છે. આ માટે સરકારે લગભગ 200 કરોડ રૂપિયાનું બજેટ પણ બનાવ્યું છે, પહેલા વર્ષે ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લેનાર દર વર્ષે લગભગ 25000 જેટલા વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ લે છે. પરંતુ આ પછી પણ આ ટેબ્લેટનો ઉપયોગ ડિજિટલાઇઝેશનના સૌથી મોટા તબક્કાના કોવિડ -19 માં સંપૂર્ણ રીતે નિષ્ફળ થઇ ગયો છે.
વાઇફાઇની સુવિધા લગભગ બંધ
લગભગ એક કરોડની ગ્રાન્ટ સાથે યુનિવર્સિટીમાં નમો વાઇફાઇ લગાવવામાં આવ્યું હતું. જેથી યુનિવર્સિટીના અંદરના વિદ્યાર્થીઓ મફતમાં વાઇફાઇનો ઉપયોગ કરી શકે. પરંતુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે, વાઇફાઇની સુવિધા મોટાભાગે બંધ જ રહે છે.
ટેક્નિકલ સ્ટાફની અછત
યુનિવર્સિટીમાં ટેક્નિકલ સ્ટાફની અછત છે. જે વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરે છે. કોમર્સ, આર્ટસ અને સાયન્સના વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટના આધારે પરીક્ષા લેવા માટે કહેવામાં આવે છે. પરંતુ તેમાં વિદ્યાર્થીઓ જોડાય શકતા નથી, તેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની અર્ધ વચ્ચેથી બહાર નીકળી જાય છે. ત્યારે હવે આ માટે અલગ અલગ લેવલ પર જવાબદારી નક્કી કરવામાં આવશે.
કુલપતિ પ્રો. કિશોર ચાવડાએ જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં ટેક્નિકલ સમસ્યાને કારણે અથવા પરીક્ષા લેવું શક્ય બની રહ્યું નથી. જેના માટે અલગ અલગ લેવલ પર જવાબદારી નક્કી કરાશે. જો કે ફરી એકવાર ઑનલાઈન પરીક્ષા લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જે વિદ્યાર્થીઓ ઑનલાઇન પરીક્ષામાં જોડાશે તેમને પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવશે, અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા નથી તેમના માટે ઑફલાઇન પરીક્ષા આપવાનો પણ વિકલ્પ આપવામાં આવશે. યુનિવર્સિટીએ વર્ષ 2020-21માં ઑનલાઇન પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બે વખત સિસ્ટમ નિષ્ફળ જવાને કારણે પરીક્ષા યોજાઈ શકી નહીં.