વૈજ્ઞાનિકે કહ્યું, ‘કોરોના મહામારીને સમાપ્ત કરી શકે છે આ દવા’, ગોવા સરકારે આપી મંજૂરી

ગોવા સરકારે (Goa Government) સોમવારે કોરોના દર્દીઓની સારવારમાં આઇવરમેક્ટિન (Ivermectin) દવાના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સરકારે 18 વર્ષથી ઉપરના બધા કોરોના સંક્રમિતોને આ દવાના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે, જેથી તાવ વધારે ગંભીર ના બની શકે. તમને જણાવી દઈએ કે વધારે અથવા હળવો તાવ આવવો એ પણ કોરોના સંક્રમણનું મુખ્ય લક્ષણોમાંનું એક છે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, ‘આઇવરમેક્ટિન દવા બધા આરોગ્ય કેન્દ્રો પર મળશે. આ દવા બધા લોકોએ લેવી પડશે ભલે તેમનામાં કોરોના ના લક્ષણો હોય કે ના હોય. અમે આ દવાનો ઉપયોગ પ્રિવેટિવ ક્યોર એટલે કે સુરક્ષા તરીકે કરી રહ્યા છે. સરકારી આરોગ્ય કેન્દ્રોમાં બધા દર્દીઓને આ દવા મળશે.

આઇવરમેક્ટીન 12 MG દવાનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરવો પડશે

સ્વાસ્થ્ય મંત્રી એ કહ્યું, ‘આઇવરમેક્ટીન 12 MG દવાનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરવો પડશે. યુકે, ઇટલી, સ્પેન અને જાપાનના નિષ્ણાતોએ આ દવા કોરોના મૃત્યુદર ઘટાડવામાં અસરકારક હોવાનું જણાવ્યું છે. તે માત્ર મૃત્યુદરમાં જ નહીં પરંતુ કોરોનાથી રિકવરી અને વાયરલ લોડ ઓછું કરવામાં પણ તેનું ઘણું યોગદાન રહે છે.

આ દવા કોરોના સંક્રમણ નથી રોકી શકતી પરંતુ રોગને ગંભીર બનતા અટકાવવામાં છે અસરકારક

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે દેશમાં ગોવા પહેલું રાજ્ય છે જેને કોવિડ -19 ની સારવારના પ્રોટોકોલમાં આ દવાનો સમાવેશ કરી રહ્યું છે. જો કે આ દવા કોરોના સંક્રમણને નથી રોકી શકતી, પરંતુ રોગને ગંભીર બનતા અટકાવવામાં અસરકારક છે. રાજ્યના તમામ લોકોએ કોરોના માર્ગદર્શિકાનું સખ્તપણે પાલન કરવું જોઈએ. સંક્રમણના ફેલાવાને રોકવા માટે જરૂરી છે કોરોના નિયમોમાં કોઈ પણ ઢીલાસ ન આપવામાં આવે.

સંશોધનમાં દાવો- ચમત્કારિક અસર બતાવે છે દવા

થોડા દિવસો પહેલા એક સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આઇવરમેક્ટિન દવાનો વિશ્વવ્યાપી સ્તરે ઉપયોગ કોરોના મહામારીનો અંત લાવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા કોરોનાની સારવારમાં ઘણી અસરકારક છે. દુનિયાભરના ડોકટરો અને વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની સારવારમાં ચમત્કારિક દવા તરીકે જોવામાં આવી રહી છે.

Scroll to Top