વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનની વસ્તી હવે વધીને એક અબજ 41 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષોમાં ચીનની વસ્તીમાં 5.38 ટકાનો વધારો થયો છે. તેની સાથે હવે ચીનની વસ્તી વધીને 141 કરોડ થઈ ગઈ છે. ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરો (એનબીએસ) એ સત્તાવાર રીતે ચીનના નવા વસ્તીના આંકડા જાહેર કર્યા છે.
2019 ની સરખામણીમાં ચીનની વસ્તી 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે. વર્ષ 2019 માં ચીનની વસ્તી 1.4 અબજ હતી. જો કે, આગામી વર્ષના પ્રારંભથી તેમાં ઘટાડો થવાનો અંદાજ છે. ચીનની સરકાર દ્વારા મંગળવારે જાહેર કરાયેલી સાતમી રાષ્ટ્રીય વસ્તી ગણતરી અનુસાર, ચીનમાં તમામ 31 પ્રાંત, સ્વાયત પ્રદેશો અને નગરપાલિકાઓની વસ્તી 1.41178 અબજ હતી. એનબીએસના અનુસાર, નવી વસ્તી ગણતરીના આંકડાથી જાણવા મળ્યું છે કે, ચીન જે સંકટનો સામનો કરી રહ્યું હતું. કારણ કે દેશમાં 60 વર્ષથી વધુની વસ્તી 26.4 કરોડ થઈ ગઈ છે.
એનબીએસએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વસ્તી સરેરાશ વયમાં વધારો લાંબા ગાળાના સંતુલિત વિકાસ પર દબાણ વધારશે. દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15 થી 59 વર્ષની વચ્ચે છે, જોકે 2010 ની સરખામણીએ 6.79 ટકા ઓછી છે. વસ્તીને વધતા અટકાવવા ચીનના નેતાઓએ 1980 થી જન્મ મર્યાદા લાદી દીધી હતી, પરંતુ હવે તેઓને આ વાતની ચિંતા છે કે, દેશમાં કામ કરતા વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે અને તેના કારણે સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવાના પ્રયાસમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, ચીનમાં જન્મની સીમા હળવા કરવામાં આવી છે, પરંતુ મોંઘવારી, નાના આવાસો અને માતાઓ સાથેની નોકરીના ભેદભાવને લીધે દંપતી બાળકોને જન્મ આપવાનો વિચાર ઓછો કરે છે.