કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. તેમની પાસે બે ટંક ખાવાના પણ પૈસા નથી. એવામાં ઘણા લોકો જીવનથી હારી આત્મહત્યા પણ કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના પુણેના લોનીકાંડ પોલીસ સ્ટેશન વિસ્તારના કદમવક વિસ્તારની આ ઘટનાને બધાને હેરાન કરી દીધા છે. અહીં એક વ્યક્તિએ કથીત રૂપથી બેરોજગારીથી કંટાળીને પોતાની પત્ની અને પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે, 38 વર્ષીય હનુમંત દરીયપ્પા શિંદે પોતાની ૨૮ વર્ષીય વાઈફ પ્રજ્ઞા, ૧૪ મહિનાના પુત્ર શિવતેજ, પિતા દરીયપ્પા એ શિંદે અને ભાઈની સાથે એક ફ્લેટમાં રહેતા હતા. રવિવારના દિવસે તે પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ પુત્રનું ગળું કાપી દીધું હતું. ત્યાર બાદ પોતે પણ પંખા સાથે દુપટ્ટો લગાવીને ફાંસી ખાઈ લીધી હતી.
મૃતકના પિતાએ જ્યારે બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો નહોતો. આવી સ્થિતિમાં તેમણે સંબંધીઓ અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ કમિશનર કલ્યાણ વિધાતે જણાવ્યું છે કે, મૃતકના પિતાએ અમને ફોન કરી બોલાવ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પહેલાથી જ દરવાજો તોડી દેવામાં આવ્યા હતો. ત્યાર બાદ જેવા જ અમે બેડરૂમમાં ગયા તો હનુમંત શિંદે ફાંસી પર લટકેલા જોવા મળ્યા હતા. જ્યારે તેમની પત્ની અને પુત્ર મૃત હાલતમાં પડ્યા હતા. પત્ની તેમને ગળું દબાવી જ્યારે ૧૪ મહિનાના પુત્રનું ગળું કાપી મારી નાખ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, શિંદેનો પરિવાર સોલાપુરનો રહેનાર હતો. તે લોકો કેટલાક મહિનાથી કામની શોધમાં કદમવક આવ્યા હતા. તે નાના મોટા કામ કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે તેમને કોઈ કામ મળી રહ્યું નહોતું. કામ ન મળવાના કારણે હનુમંત ડીપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. તે લાચારીનો અહેસાસ કરી રહ્યા હતા. કદાચ આ કારણ હતું કે, તેમને રવિવારના પત્ની અને પુત્રની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે.
તેમ છતાં પોલીસે ત્રણે મૂતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આગળની તપાસ ચાલી રહી છે. લોની કલભોર પોલીસ સ્ટેશન દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ વાતમાં કોઈ શંકા નથી કે, આ કોરોના કાળ બધા લોકો માટે ખુબ જ મુશ્કેલ સમય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, તમે હાર માની પોતાનો અને પરિવારનો જીવ લઇ લો.