ગુજરાતમાં થોડા મહિનાથી કોરોના મહામારીનો આતંક વધુ જોવા મળી રહ્યો છે. જે કોરોના નો આતંક શહેર બાદ હવે રાજ્યના નાના ગામડાઓમાં પણ આવી ગયો છે જેના કારણે તેની ચપેટમાં અનેક લોકો આવી ગયા છે અને તેના કારણે ઘણા લોકોએ તેમના પરિવાર ના કમાતા મોટા વડીલો ને પણ ખોવાનો વારો આવ્યો છે જો કે આ મહામારી માં નાના થી મોટા દરેક લોકો ના મૃત્યુ થયું છે, ત્યારે દરેક રાજ્યના તાલુકા અને જિલ્લામાં કોરોના કેસની સાથે મોતના આંકડાઓ પણ વધ્યા છે.
આ કોરોના મહામારીમાં રાજકીય પાર્ટીઓથી લઈને અનેક મોટા દિગ્ગજ નેતાઓ પણ આવી ગયા છે. જો કે આ કોરોના ને કારણે હોસ્પિટલોમાં મોત સાથે સમ્શાન ગૃહમાં લાશો જોવા મળતા જે પ્રમાણે સરકાર મોતના આંકડા જાહેર કરી રહી છે ત્યારે સરકાર પર મોતના આંકડાઓમાં વિસંગતતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં થયેલા મોતને લઈને ડેથ સર્ટિફિકેટના અહેવાલ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ડેથ સર્ટિફિકેટના અહેવાલ અંગે નિવેદન આપ્યું છે.
રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોરોના મહામારીમાં જાહેર કરાયેલા 1.29 લાખ ડેથ સર્ટિફિકેટના વાયરલ થયેલા સમાચાર અંગે ગૃહરાજ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે. તેમને જણાવ્યું છે કે, સરકાર આ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના આંકડા છૂપાવતી નથી. જો કે સરકાર આ મૃત્યુઆંક છુપાવી રહી છે તે આરોપ ખોટો છે. સરકાર SOP પ્રમાણે આંકડા જાહેર કરે જ છે. અને પોસ્ટ કોવિડ ડેથને કોવિડ ગણવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે.
રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુમાં આંકડા છુપાવવામાં આવતા હોવાના અહેવાલ સામે આવ્યો છે. પરંતુ આને ડેથ સર્ટિફિકેટની આધાર બનાવીને મૃત્યુની સંખ્યા ગણી લેવામાં આવે તે યોગ્ય નથી. જો કે આ લોકોના મૃત્યુ સર્ટીફીકેટ બીજા અનેક કામો માટે લેવામા આવતા હોય છે. ત્યારે આ મામલે અમે અંડર રિપોર્ટિંગ અને ઓવર રિપોર્ટિંગ કર્યું છે. જે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા અને અગાઉના વર્ષોમાં કરવામાં આવતા હોય છે, આ મોતની સંખ્યામાં થયેલી વૃદ્ધિ અને કુદરતી મૃત્યુના આંકડાને ધ્યાનમાં લેવા જોઈએ. જે આને ધ્યાનમાં લીધાવગર તુલના કરવામાં આવી છે. અત્યારે 2020-21માં તુલના કરવામાં આવી છે. અને મૃત્યુનું પ્રમાણપત્ર જુલાઈ 2021 સુધી ડેથ સર્ટિફિકેટ એફિડેવિટ વગર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,995 નવા કેસ નોંધાયા છે જ્યારે 104ના મૃત્યુ થયા છે. આ સાથે જ 27 દિવસમાં પ્રથમવાર રાજ્યમાં દૈનિક કેસનો આંક 10 હજારથી નીચે ગયો છે. કોરોનાના કુલ કેસ હવે 7,35,348 જ્યારે કુલ મરણાંક 8,944 છે. ગુજરાતમાં હાલ 1,17,373 એક્ટિવ કેસ છે જ્યારે 786 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 15,365 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીનો આંક 6 લાખને પાર થઇ ગયો છે જ્યારે રીક્વરી રેટ 82.82% છે.